- પાટણના દત્ત મંદિરમાં તસ્કરોએ હાથ અજમાવ્યો
- ધાબા ઉપર ઉતરી મંદિરમાં કર્યો પ્રવેશ
- દાનપેટી અને તિજોરી તોડી રોકડ અને ચાંદીના દાગીનાની કરી ચોરી
- આશરે અઢી કિલો ચાંદીના દાગીનાની થઈ ચોરી
- મંદિરના ટ્રસ્ટીઓએ નોંધાવી ફરિયાદ
પાટણ: શહેરના પોશ વિસ્તાર એવા ભદ્ર વિસ્તારમાં શ્રી દત્ત ભગવાનનું મંદિર આવેલું છે. આ મંદિર વિસ્તારના લોકો તેમજ શહેરીજનો માટે આસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં હાલમાં સમારકામ ચાલી રહ્યું છે, ત્યારે ગઈ રાત્રીના સમયગાળા દરમિયાન મંદિરના ધાબા ઉપરથી તસ્કરોએ મંદિરમાં ઉતરી દાનપેટી તોડી તેમાંથી આશરે 12 હજાર રૂપિયા તેમજ ભગવાનના ચાંદીના દાગીના, મૂર્તિઓ તથા ગર્ભગૃહની બહાર તિજોરી તોડી તેમાંથી રોકડ અને ચાંદીના આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
આ પણ વાંચો: વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરની દાનપેટીમાંથી ચોરી, તસ્કરો ફરાર
ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
મંદિરના પૂજારી સવારે પૂજા કરવા માટે આવ્યા ત્યારે ચોરી થયાની ખબર પડતાં આ બાબતે તેઓએ ટ્રસ્ટીઓને જાણ કરતાં ટ્રસ્ટીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને આ ઘટનાને પગલે તેઓએ પાટણ A ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ડોગ સ્કવોડ અને FSLની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનાને પગલે મંદિરના ટ્રસ્ટીઓએ A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: પોરબંદરમાં મેડીકલ સ્ટોરના માલિકની નજર ચૂકવી 2 મહીલાએ એક લાખથી વધુ રકમ ભરેલી થેલીની ઉઠાંતરી કરી
તસ્કરોએ બિન્દાસ્તપણે ચોરીને આપ્યો અંજામ
દત્ત ભગવાનનું મંદિર પાટણ A ડિવિઝન પોલીસ સ્ટેશનથી નજીક રોડ ઉપર આવેલું છે, છતાં પણ તસ્કરોએ બિન્દાસ્તપણે તે ચોરીને અંજામ આપતા આ વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે.