ETV Bharat / state

પત્નીના આડા સંબંધ હોવાના વહેમમાં અંધ બનેલા પતિએ યુવકની હત્યા કરી નાખી - કાલોલ

પંચમહાલઃ કાલોલ તાલુકાના સણસોલીના પાણીમુવાડી ગામ ખાતે યુવકની હત્યા એટલા માત્રથી કરી નાખવામાં આવી હતી કે, પોતાની પત્નીને અન્ય યુવાન સાથે આડા સંબંધો હતાં. હત્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પાડોશમાં રહેતા આરોપી પરિવારની ધરપકડ કરી વધુ પૂછપરછ કરી રહ્યા છે.

અનૈતિક સંબધના વહેમએ લીધો યુવાનનો ભોગ
author img

By

Published : Jul 24, 2019, 3:00 PM IST

પંચમહાલના કાલોલ તાલુકાના સણસોલી ગામના પાણી મુવાડીની સીમમાં રહેતા ભારતસિંહ હિંમતસિંહ રાઠોડ પોતાના 2 પુત્રો અને પત્ની સાથે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ભારતસિંહનો મોટા પુત્રના લગ્ન થઈ ગયેલા હોવાથી ગામમાં આવેલા મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો.ખેતરમાં આવેલા મકાનમાં ભારતસિંહ પોતાના કુંવારા 2 પુત્રો દિલીપ અને બુધેસિંહ અને પત્ની કૈલાસબેન સાથે રહે છે.તેમના ખેતરથી જ એકાદ ખેતર જેટલા અંતરે અર્જુનભાઈ પર્વતભાઈ રાઠોડ પોતાની પત્ની વીણાબેન અને પુત્ર રાજેશ સાથે રહે છે.

અનૈતિક સંબધના વહેમએ લીધો યુવાનનો ભોગ

થોડા મહિના પહેલા ભારતસિંહના વચેટ પુત્ર દિલીપ સાથે બાજુના ખેતરમાં રહેતા અર્જુનની પત્ની વીણા સાથે આડા સંબંધમાંના વહેમમાં બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં અર્જુને દિલીપ અને તેના પિતા ભારતસિંહને માર માર્યો હતો અને પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે તે સમયે તો આ ઝઘડો મારામારી પૂરતો સીમિત થઈ ગયો હતો.

અર્જુન રાઠોડને વહેમ હતો કે પોતાની પત્ની વીણા ભારતસિંહના પુત્ર દિલિપ સાથે પ્રણય ફાગ રમી રહી છે. જેથી અર્જુને આ પ્રેમસંબંધનો અંત લાવવા માટે હત્યા માટે કાવતરુ રચ્યુ હતુ. ગત 21 જુલાઈની રાત્રીના જયારે ભારતસિંહ રાઠોડ પોતાના પરિવાર સાથે પોતાના ઘરે આરામ ફરવામી રહ્યા હતા, ત્યારે અર્જુન રાઠોડના ખેતરમાંથી બૂમો સાંભળતા તપાસ કરતા અર્જુન રાઠોડ તેની પત્ની વીણા અને તેમનો પુત્ર રાજેશ પોતાના પુત્ર દિલીપને કુહાડી અને લોખંડના સળિયાથી ઢોર માર મારી રહ્યા હતા.અચાનક ભારતસિંહને આવેલા જોઈ તેમના પર પણ હુમલો કરતા તેમને ભગાડી મુક્યા હતા.

આ સમગ્ર મામલે બાદમાં સમગ્ર મામલે ભારતસિંહે પોતાના મોટા પુત્ર અને કુટુંબના સભ્યોને આ સમગ્ર બાબતે જાણ કરી હતી.સવારે અંદાજિત 7 વાગ્યાના અરસામાં નારણપુરાના રહીશએ ફોન કરી જણાવ્યું હતુ કે તમારો પુત્ર દિલીપ લોહી લુહાણ હાલતમાં નારણપુરા ગામની નર્મદા કેનાલ નજીક આવેલ સીમમાં છે.તાત્કાલિક ઘટના સ્થળે પરિવારજનો સાથે પહોંચતા ત્યાં રોડની બાજુમાં લોહી લુહાણ હાલતમાં દિલીપની અર્ધનગ્ન મૃતદેહ પડયો હતો.

આ સમગ્ર ચકચારી ઘટનાની જાણ કાલોલ પોલીસને કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી દિલીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો,પ્રાથમિક તપાસમાં હત્યા જ હોવાનું જણાઇ આવતા FSL અને ડોગ સ્કોડની મદદ લઈ આરોપીઓનુ પગેરુ શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા.દરમ્યાન મૃતકના પિતાની ફરિયાદમાં હત્યાનો આક્ષેપ અર્જુન રાઠોડ અને તેના પરિવાર પર કરતા કાલોલ પોલીસે શોધખોળ આરંભી ગણતરીના કલાકોમાં જ સણસોલી ગામની સીમમાંથી આરોપી પરિવાર ઝડપાઇ ગયો હતો.

આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે અર્જુન રાઠોડ અને તેના પરિવારે દિલીપની તેમના નજીકના ખેતરમાં જ હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવા માટે નર્મદા કેનાલ નજીક આવેલા નારણપુરા ગામની સીમમાં દિલીપની હત્યા કરેલો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં ફેંકી દીધો હતો.કાલોલ પોલીસે હાલ હત્યા કરવામાં વપરાયેલ કુહાડી અને લોખંડનો સળિયો અને અન્ય મુદ્દામાલ કબ્જે લઈ આરોપીઓ વિરુદ્ધ હત્યા,પુરાવાઓનો નાશ કરવા અંગેની કાયદાકીય કલમો હેઠળ અર્જુન રાઠોડ અને તેની પત્ની વીણા અને પુત્ર રાજેન્દ્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Intro:પંચમહાલ ના કાલોલ તાલુકા ના સણસોલી ના પાણી મુવાડી ગામ ખાતે એક યુવક હત્યા એટલા માટે કરવા માં આવી કારણ કે પોતાની પત્ની સાથે ના પ્રેમ સંબંધ ના વ્હેમ માત્ર હતો.શું છે આ ઘાતકી હત્યા નો વ્હેમ જોઈએ આ અહેવાલ માં
Body:પંચમહાલ ના કાલોલ તાલુકા ના સણસોલી ગામ ના પાણી મુવાડી ની સિમ માં રહેતા ભારત સિંહ હિંમતસિંહ રાઠોડ પોતાના બે પુત્રો અને પત્ની સાથે ખેતી કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે.ભારતસિંહ નો મોટો પુત્ર લગ્ન થઇ ગયેલા હોવાથી ગામ માં આવેલ મકાન માં પોતાના પરિવાર સાથે રહેતો હતો.ખેતર માં આવેલા મકાન માં ભારતસિંહ પોતાના કુંવારા બે પુત્રો દિલીપ અને બુધેસિંહ સાથે અને પત્ની કૈલાસબેન સાથે રહે છે.તેમના ખેતર થી જ એકાદ ખેતર જેટલા અંતરે અર્જુનભાઈ પર્વતભાઈ રાઠોડ પોતાની પત્ની વીણાબેન અને પુત્ર રાજેશ સાથે રહે છે.થોડા મહિના પહેલા ભારતસિંહ ના વચેટ પુત્ર દિલીપ સાથે બાજુના ખેતર માં રહેતા અર્જુન ની પત્ની વિના સાથે આડા સંબંધમાં ના વહેમ માં બંને પરિવાર વચ્ચે ઝગડો થયો હતો જેમાં અર્જુને દિલીપ અને તેના પિતા ભારતસિંહ ને માર માર્યો હતો.અને પોલીસ ફરિયાદ કરી તો જાન થી મારી નાખવા ની ધમકી પણ આપી હતી જે તે સમયે તો આ ઝગડો મારામારી પૂરતો સીમિત થઇ ગયો હતો પરંતુ ત્રણ પુત્રો ના પિતા એવા ભારતસિંહ ને ક્યાં ખબર હતી કે આડા સંબંધ ને વહેમ તેમના ત્રણ માંથી એક પુત્ર ને ભરખી જશે.

અર્જુન રાઠોડ ને વહેમ હતો કે પોતાની પત્ની વિના ભારતસિંહ ના પુત્ર દિલિપ સાથે પ્રણય ફાગ ખીલવી રહી છે તેથી અર્જુને આ પ્રેમસંબંધ નો અંત લાવવા માટે ખૂની ખેલ નો કારસો રચ્યો બન્યું એવું કે ગત 21 જુલાઈ ના રાત્રી ના જયારે ભારતસિંહ રાઠોડ પોતાના પરિવાર સાથે પોતાના ઘરે આરામ ફરવામી રહ્યા હતા ત્યારે અર્જુન રાઠોડ ના ખેતર માંથી બૂમો સાંભળતા તેમને પોતાના પુત્ર દિલિપ ની તપાસ કરી તો તે ઘરે જોવા ન મળતા બુમાબુમ જે તરફ થઇ રહી હતી ત્યાં દોડી ગયા હતા.સ્થળ પર જઈ ને જોતા ભારતસિંહ પોતાની આંખો પર વિશ્વાસ ન કરી શક્યા કારણ કે આ બૂમો અર્જુન રાઠોડ ના ઘર થી જ આવતી હતી અને એ કાળ ની બૂમો બીજા કોઈ ની નહિ પરંતુ તેમના પોતાના વ્હાલસોયા પુત્ર દિલીપ ની હતી.ભારતસિંહે અર્જુન રાઠોડ ના ઘરે જઈ ને જોયું તો ત્યાં અર્જુન રાઠોડ તેની પત્ની વિના અને છોકરો રાજેશ પોતાના પુત્ર દિલીપ ને ઢોર માર મારી રહ્યા હતા.આ મારા મારી માં અર્જુન ના હાથ માં કુહાડી હતી અને તેના પુત્ર રાજેશ ના હાથ માં લોખંડ નો સળિયો હતો આ બંને પિતા પુત્ર અને ઘાતકી હથિયારો થી દિલીપ ને માર મારી રહ્યા હતા,ભારતસિંહ ને આવેલા જોઈ અર્જુન રાઠોડે તેમની પર પણ હુમલો કરતા તેમની પાછળ પડી તેમને ત્યાં થી ભગાડી મુક્યાં હતા.

આ સમગ્ર મામલે બાદ માં સમગ્ર મામલે ભારતસિંહે પાણી મુવાડી ગામ માં આવી પોતાના મોટા પુત્ર અને કુટુંબ ના સભ્યો ને આ સમગ્ર બાબતે જાણ કરી.રાત વીતી ગઈ હોવા છતાં પોતાનો પુત્ર દિલીપ ઘરે ના આવતા પરિવાર ની ચિંતા માં વધારો થયો અને અચાનક ભારતસિંહ ના ફોન પર એક રિંગ વાગી।સવારે અંદાજિત સાતેક વાગ્યા ના અરસા માં નારણપુરા ના રહીશ એવા બિપીનભાઈ રાઠોડ નો ફોન આવ્યો તેમને જણાવ્યું કે તમારો પુત્ર દિલીપ લોહી લુહાણ હાલત માં નારણપુરા ગામ ની નર્મદા કેનાલ નજીક આવેલ સિમ માં પડ્યો છે.પિતા ભારતસિંહ નું હ્યદય કંપી ઉઠ્યું અને તાત્કાલિક ઘટના સ્થળે પોતાના પરિવારજનો સાથે પહોંચતા ત્યાં રોડ ની બાજુ માં લોહી લુહાણ અને ઘા વાગેલી હાલત માં પોતાના વ્હાલસોયા પુત્ર દિલીપ ની અર્ધ નગ્ન લાશ પડી હતી.

આ સમગ્ર ચકચારી ઘટના ની જાણ કાલોલ પોલીસ ને કરવા માં આવતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી દિલીપ ની લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી પ્રાથમિક તપાસ માં હત્યા જ હોવા નું દેખાઈ આવતા એફ એસ એલ અને ડોગ સ્કોડ ની મદદ લઈ આરોપીઓ નું પગેરું શોધી કાઢવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.દરમ્યાન મૃતક ના પિતા ની ફરિયાદ માં હત્યા ના જેની પર આક્ષેપ હતા એ અર્જુન રાઠોડ અને તેના પરિવાર ની કાલોલ પોલીસે શોધખોળ આરંભી હતી.જો કે ગણતરી ના કલાકો માં જ સણસોલી ગામ ની સિમ માંથી આરોપી પરિવાર ઝડપાઇ ગયું હતું।આરોપી ઓ ની પ્રાથમિક પૂછપરછ માં જ ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો અર્જુન રાઠોડ અને તેના પરિવારે યુવક દિલીપ ની તેમના નજીક ના ખેતર માં જ હત્યા કરી નાખી હતી અને પુરાવા નો નાશ કરવા માટે નર્મદા કેનાલ નજીક માં આવેલા નારણપુરા ગામ ની સિમ માં દિલીપ ની હત્યા કરેલી લાશ અર્ધનગ્ન હાલત માં ફેંકી દીધી હતી.કાલોલ પોલીસે હાલ હત્યા કરવા માં વપરાયેલ કુહાડી અને લોખંડ નો સળિયો અને અન્ય મુદ્દામાલ કબ્જે લઈ આરોપીઓ વિરુદ્ધ હત્યા,પુરાવાઓ નો નાશ કરવો વિગેરે કાયદાકીય કલમો હેઠળ અર્જુન રાઠોડ અને તેની પત્ની વિના અને પુત્ર રાજેન્દ્ર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાઈટ : મનોજ સંગત્યાગી,પી આઈ,હાલોલ પોલીસ સ્ટેશનConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.