પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ હાઇલેવલ કેનાલ આવેલી છે. જેના થકી અહિના સ્થાનિક ખેડુતો ખેતીના પીયત માટે ઊપયોગમા લેતા હોય છે, ત્યારે આ પાનમહાઇલેવ કેનાલ હવે આમ સ્થાનિકો માટે જોખમી બની રહી છે. શહેરા તાલુના ઊમરપુર ગામ પાસેથી આ પાનમ હાઇલેવલ કેનાલ પસાર થાય છે. ઉમરપુર ગામે આવેલી જીવનપથ શાળાની એક વિદ્યાથી પારુલબેન મોહનસિંહ મકવાણા શાળા છુટ્યા બાદ પોતાના ઘરે કેનાલ પાસેથી જઇ રહી હતી. તે દરમ્યાન એકાએક પગ લપસી જતા તે બૂમાબુમ કરી મૂકી હતી. જોકે એક સ્થાનિકે જોઇ જતા તેને બચાવાની કોશિશ કરી હતી પણ પાણીનો પ્રવાહ વધારે હોવાને કારણે તે પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી.
ત્યારબાદ સ્થાનિકો કેનાલ પાસે ભેગા થઇ ગયા હતા અને સ્થાનિક તંત્રને જાણ કરી હતી. મામલતદાર મેહૂલ ભરવાડ અને શહેરા પોલીસના PSI લક્ષમણસિંહ પરમાર સહિતનો કાફલો પહોચી ગયો હતો. બનાવ સ્થળે પણ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
સાંજ પડી જવાને કારણે અંધારુ હોવાથી વિદ્યાર્થીનીને શોધવાની કામગીરી તંત્ર દ્રારા હાલપુરતી સ્થગિત રાખવામા આવી છે. બૂધવારે સવારે ફાયરબ્રિગેડ સહિતની ટીમને બોલાવીને શોધવાની કામગીરી હાથ ધરવામા આવશે.