પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ વિજિલન્સ ગાંધીનગરની ટીમ હાલોલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે, ભરત ગોહિલ તેમજ તેનો ભાઈ રાજેન્દ્ર બન્ને દાહોદ જિલ્લાના લીમખેડા ગામે રહેતો પીન્ટુ પાસેથી વિદેશી માલનો જથ્થો મંગાવી વડોદરા જિલ્લાના સાવલી ખાતે રહેતા સાગર જયસ્વાલને પહોંચાડવાના છે.
આ બાતમીના આધારે વિજિલન્સની ટીમે બાતમી વાળી જગ્યાએ છાપો મારતા પોલીસે લીમખેડાથી આવેલી કાર તપાસ કરતા વિદેશી દારૂ તથા બીયરની 50 પેટી તથા છૂટ્ટા ટીન 118 મળી રૂપિયા 2,03,800/. નો મુદ્દામાલ મળી આવ્યો હતો. તે ઉપરાંત પોલીસે રૂપિયા 14.52 લાખની ત્રણ લક્ઝરીયસ કાર સાથે રાજેન્દ્રને ઝડપી પાડયો હતો.
તેમજ લીમખેડાથી આવેલી કારનો ચાલક ભરત, વિજય દેસાઇ માળી, સાગર જયસ્વાલને વોન્ટેડ જાહેર કરી પોલીસે આ તમામ આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટેટ વિજીલન્સ દ્વારા દારુ પકડાતા પંચમહાલની સ્થાનિક પોલીસની પેટ્રોલિંગ સામે સ્થાનિકોમાં પણ ચર્ચાઓ જાગી હતી.