ગોધરા શહેરના સિંધી સોસાયટીમાં રહેતા કોમલબેન ટહેલ્યાણીઁના લગ્ન સમાજના રીત રિવાજ મૂજબ વડોદરા ખાતે રહેતા સુરેશ કુમાર લાલવાણી સાથે થયા હતા. તેમના દામ્પત્યજીવનના ભાગરુપે તેમને કૃપા નામે પુત્રી હતી. જોકે લગ્નજીવનના અમૂક વર્ષોબાદ તેમના પતિ-પત્નિ વચ્ચે ખટરાટ થવા માડ્યો હતો. પતિ સુરેશભાઇએ પોતાનુ પોત પ્રકાશતા પત્નિ કોમલબેન અને પુત્રી કૃપાને શારીરીક અને માનસિક ત્રાસ ગુજારીને કાઢી મૂકયા હતા.
આથી ઘરેલૂ હિંસાનો ભોગ બનેલી કોમલબેને કોર્ટનો સહારો લીધો અને કોર્ટે પતિ સુરેશભાઇ ભરણપોષણના 95,000 રૂપિયા કોમલબેનને ચુકવવાનો આદેશ કર્યો હતો પરંતુ, પતિ સુરેશભાઇ દ્વારા આ કોર્ટના હુકમનુ પાલન ન કરતો હોવાને કારણે કોમલબેને વસૂલાત અરજી ગોધરા કોર્ટમાં કરી હતી. તેના પગલે પોલીસે પતિ સુરેશભાઇને ગોધરા કોર્ટમાં રજુ કર્યા હતા. પરંતુ ત્યારે પણ કોર્ટમાં તે રકમ ભરવા તૈયાર ન હોવાથી ગોધરા જ્યુ.મે.કોર્ટના જજએ કોમલબેનના વકીલ અશોકભાઈ સામતાણીની દલીલો ધ્યાનમા લઈને સુરેશભાઇને 9 માસ અને 15 દિવસની જેલની સજાનો હુકમ કરવામા આવ્યો હતો.
સમાજમાં ઘરેલુ હિંસાના બનાવો વધતા જાય છે. ત્યારે કોમલબેને પોતાના ન્યાય માટે કોર્ટનો દ્વાર ખખડાવ્યા હતા અને કોર્ટ દ્વારા આપવામાં આવેલી આ સજાનો ચુકાદો ભરણપોષણની રકમ ન ભરનારા પતિઓ માટે ચેતવણી રુપ બન્યો છે તેમ કહી શકાય.