હાલોલ તાલુકાના ગંભીરપુરા ગામે નિશાળ ફળિયું ખાતે રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવતા હતા. રાજેશ ભરતભાઈ પરમાર રાત્રીના સુમારે તેમના ઘરના આંગણામાં સુતા હતા. ત્યારે ગામમાં રહેતો રાજેશનો મિત્ર અરવિંદભાઈ નારસિંહભાઈ ચૌહાણ નિંદ્રામાં સુઈ રહેલા રાજેશ પરમારને ગળાના ભાગે કુહાડીના ઘા માર્યા હતા.
રાજેશે બુમાબુમ કરતા અરવિંદ ચૌહાણ રાજેશને લોહીલુહાણ હાલતમાં મુકી ત્યાંથી નાસી છૂટયો હતો. ઇજાગ્રસ્ત રાજેશ પરમારને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અરવિંદે રાજેશ પરમારને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ગંભીરપુરા ગામમાં રાજેશની હત્યા તેના જ મિત્ર દ્વારા કરવામાં આવતા શોકની લાગણી ફેલાઇ હતી. પાવાગઢ પોલીસે અરવિંદ નારસિંહ ચૌહાણ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.