ETV Bharat / state

'દિકરી વ્હાલનો દરિયો' કહેવતને ખોટી ઠેરવતી હાલોલની એક નિષ્ઠુર દિકરી...

હાલોલમાં મા-દિકરીના પ્રેમને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. દિકરી વહાલનો દરિયો એ કહેવત અવળી સાબિત થઈ છે. દિકરીએ પોતાની માતાને છેલ્લા 20 દિવસથી વધુ સમય સુધી પોતાના ઘરમાં ગોંધી રાખી હતી. સમગ્ર મામલે ઘરમાં બંધ એવા વૃદ્ધાને 181 અભયમ હેલ્પલાઈન તેમજ સ્થાનિક તંત્રની મદદથી બંધ ઘરમાંથી બહાર કાઢી ગોધરાના કાકણપુર ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં મોકલી આપવામાં આવ્યા છે.

Panchamahal
Panchamahal
author img

By

Published : Apr 12, 2020, 2:41 PM IST

પંચમહાલઃ જિલ્લાના હાલોલમાં એક માતાના સંતાનોએ ક્રૂરતાની હદ વટાવી દીધી છે. દિકરીએ તેના પતિ સાથે મળીને પોતાની સગી જનેતાને છેલ્લા 20 દિવસથી બીજી મંજિલપર આવેલા એક ઘરમાં પુરીને અન્યત્ર શહેરમાં રહેવા જતા રહ્યા હતા.

હાલોલ શહેરના મુખ્ય બજારમાં આવેલી દેસાઈ પોળમાં એક 80 વર્ષીય વૃદ્ધા છેલ્લા 20 દિવસથી પોતાના ઘરમાં બંધ હતા. જેઓને ઘરમાં પુરીને નાસ્તો અને પાણીની સગવડ કરી આપી તેમના સગા દીકરી અને જમાઈ અન્યત્ર કોઈ શહેરમાં ચાલ્યા ગયા હતા.

હાલ ચાલી રહેલા લોકડાઉનના બહાને 20 દિવસ સુધી પરત ઘેર આવ્યા જ નહોતા. આ વૃધ્ધાને એક ઘરમાં કેદ હોવાની વાત આસપાસના રહીશોને થતાં બીજા માળે કેદ એવા આ વૃદ્ધાની પૂછપરછ કરતા તેઓ એ જણાવ્યું હતું કે, તેમની સગી દીકરી અને જમાઈ ઘરમાં પૂરીને ચાલ્યા ગયા છે.

સગી દીકરીએ માને પૂરી ઘરમાં
સગી દીકરીએ માને પૂરી ઘરમાં

આસપાસના રહીશો દ્વારા 181 અભયમ પર ડાયલ કરીને બોલવતા અભયમનો સ્ટાફ આવી પહોંચ્યો હતો અને વૃદ્ધાના દિકરી અને જમાઈનો સંપર્ક કરાયો હતો. બાદમાં હાલોલ પોલીસ અને એસડીએમને જાણ કરતાં અધિકારીઓએ તાળું તોડી વૃધ્ધાને ઘરની કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. બાદમાં વૃદ્ધાને અભયમ દ્વારા મુક્ત કરીને વૃદ્ધાશ્રમમાં મોકલી અપાયા છે .

મળતી માહિતી પ્રમાણ, મકાનની પાણીની ટાંકીમાં પાણી પૂરું થઇ જતા વૃધ્ધા દ્વારા મકાનની બારીમાંથી પાડોશીને પાણી બાબતે જાણ કરવામાં આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. વૃદ્ધાના મતે તેમની ચાર દિકરીઓ છે, અગાઉ આ વૃધ્ધા ગોધરા ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં જ રહેતા હતા. પરંતુ એક વર્ષ અગાઉ તેમની દિકરી દ્વારા તેમની સારી સંભાળ રાખશે તેમ જણાવી તેની સાથે હાલોલ ખાતે લઇ આવી હતી.

શરૂઆતના 2 માસ દરમિયાન પોતાની માતા સાથે સારો વ્યવહાર કરી બાદમાં તેની માતાને હેરાન કરવામાં આવ્યા હતા. છેલ્લા 2 માસથી દીકરી તેની માતાને વધુ પડતા હેરાન કરતી હતી. છેલ્લા 20 દિવસના સમયથી દિકરી-જમાઈ તેમજ તેમના બાળકો વડોદરા ખાતે આ વૃદ્ધાને હાલોલ ખાતેના મકાનમાં પૂરીને બહારથી તાળું લગાવી જતા રહ્યા હતા.

સમગ્રઘટના અંગે વૃધ્ધા જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા સોનાના દાગીના વેચીને દિકરી દ્વારા આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.