પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં દાહોદ રોડ પર આવેલી દડી કોલોનીમાં રહેતા યુવાન અર્પિત ભાઈ ક્રિશ્યન પાસે વિવિધ દશોના ચલણી નોટ, ટપાલ ટિકિટ તેમજ સિક્કાનો અદભૂત સંગ્રહ છે. જેમાં 176 દેશોની 3500 જેટલી ટિકિટોનો સંગ્રહ છે. 273 દેશોની 1200 જેટલી વિવિધ ચલણી નોટોનો સંગ્રહ છે. 155 દેશોના 600 જેટલા અલગ-અલગ સિક્કાનો સંગ્રહ છે. દેશોમાં અમેરિકા, યુરોપ, આરબ દેશો, રશિયા સહિતના દેશોની ટપાલ ટિકીટ, ચલણી સિકકા, ચલણી નોટોનો સમાવેશ થાય છે. હાલમાં તેમની પાસે ઇન્ડોનેશિયા દેશની હજાર 20 હજાર રૂપિયાની ચલણી નોટ ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમાં ભારતના હિન્દુ સંસ્કૃતિના દેવતા તેવા ગણેશજીની ચિત્ર વાળી નોટ પણ ઉપલબ્ધ છે. તેમના આવી શોખને લઈને તેમને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રિય અને રાષ્ટ્રીય લેવલની સંસ્થાઓ તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ઇન્ડોનેશિયા દેશ દ્વારા 1998ની સાલમાં 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી.જેના ઉપર ભગવાન ગણેશનો ફોટો અંકીત થયેલો છે. આ રીતે ભગવાન ગણેશનો ફોટો પોતાનાં દેશની નોટ ઉપર છાપનાર ઇન્ડોનેશિયા પહેલો મુસ્લિમ દેશ છે.