પંચમહાલ: જિલ્લાના વડા મથક ગોધરા ખાતે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અને NCPના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ શુક્રવારે ઉડતી મુલાકાત લીધી હતી. શંકરસિંહ વાઘેલા NCPના એક સભ્યનું અવસાન થતાં તેમના બેસણામાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારબાદ તેમણે ગોધરા સર્કિટ હાઉસ ખાતે વિશ્રામ લીધો હતો. જ્યાં તેમણે પત્રકારો સાથે ચર્ચા કરીને વર્તમાન સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
શંકરસિંહ વાઘેલા જણાવ્યું હતું કે, આજે ગુજરાત અને દેશ દુઃખી છે અને તેમાં પણ સૌથી વધારે દુઃખી ટ્રાયબલ લોકો છે. આજના યુવાનની દશા અને દિશા વધારે ખરાબ છે. રાજકારણમાં અનુભવના અભાવે દેશ મંદીની ગર્તામાં ધકેલાઈ રહ્યો છે. વોટ માગવા સમયે વાયદા કરવામાં આવે છે કે, 15 લાખ જમા કરાવીશું, નોકરી આપીશું અને સુખ-શાંતિમાં વધારો કરશું, જ્યારે વાસ્તવિકતામાં વિકાસને બદલે રૂપિયો તેની નીચી સપાટીએ ધકેલાઈ ગયો છે. આ ઉપરાંત દેશમાં ભયંકર આર્થિક મંદી, બેરોજગારી-બેકારીમાં વધારો થયો છે.