પંચમહાલઃ જિલ્લાના મુખ્ય મથક ગોધરા તેમજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં હોળી પર્વને લઈને ભારે ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. બજારમાં ખજુર ધાણી હારડાની હાટડીઓ પણ ખુલી ગઇ છે. હાલ ગત વર્ષ કરતા વેપારીઓ ખજુર અને હારડામાં ભાવ વધારો હોવાનુ જણાવી રહ્યા છે, ત્યારે ખજુર અને હારડાની સાથે ઘઉંની સેવ પણ વેચાઈ રહી છે. હોળીના પર્વમાં આ ઘઉંની સેવ ખાવાનું પણ મહત્વ ગણવામાં આવે છે.
![પંચમહાલમાં હોળીના તહેવારને લઈને ખજૂર ધાણી હારડાનું વેચાણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pml-2-holimahol-av-7202743_06032020183025_0603f_02333_933.jpg)
સાથે ધાણીમા પણ અનેક પ્રકારની વેરાયટી વેચાઈ રહી છે. હાલમાં બજારમાં ઘરાકી ઓછી છે. પણ હોળીના આગલા દિવસમાં ઘરાકી સારી થશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે, ત્યારે લોકોને પણ તહેવારને અનુલક્ષી ખરીદી કરી રહ્યા છે.