ગોધરા શહેરમાં હાલ એક પણ રસ્તામા ખાડા ન હોય તેવું નથી. મુખ્ય કહી શકાય તેવા તમામ રસ્તાઓ પર ફૂટ, દોઢ ફૂટ ઊંડા ખાડાઓ પડી ગયા છે. પાલિકા તંત્રની ખોખલી કામગીરીની પોલ તો અહીંયા ખુલી જ છે. વારંવારની રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામા આવી નથી અને તંત્ર માત્ર કામ ચલાઉ રીતે ખાડા પુરી થોડી રાહત આપવામાં ઉણું ઉતર્યુ છે.
હાલમાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્યાથી ગોધરા પરેશાન છે. પરંતુ, પાલિકા સત્તાધીશો દ્વારા કોઈ કામગીરી હાથ ધરાઈ નથી.