પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના બોરવેલના વ્યવસાય કરનારા વેપારી બુરહાનુદ્દીન ડોડીયા ગુમ થવાનો મામલે હાલ નવો વળાંક આવ્યો છે. જેમા પોતે મહિસાગર નદીમાં આત્મહત્યા કરવા જાવ છુ તેવી ઓડીયો ક્લિપ વાઇરલ પોતાના મિત્રોને કરીને ઘર છોડીને જનારા વેપારીને ગત મોડી રાતે વડોદરાથી પોલીસે શોધી કાઢ્યો હતા.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પાછલા વર્ષોથી બાપજી બોરવેલના નામે પાણીના બોર કરી આપવાનો વ્યવસાય કરતા બુરહાનુદ્દીન ડોડીયા વ્યાજખોરોના ત્રાસને કારણે સોશિયલ મીડીયામાં ઓડિયો વાયરલ કરી મહિસાગર નદીમાં કુદવા જાવ છુ, તેમ જણાવી ઘરછોડી જતા રહેતા પરિવારજનોમાં ચિતાનું મોજુ ફરી વળ્યું હતુ. તેના પગલે તેમના પત્ની સકીના ડોડીયાએ ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે જઇને આ મામલે રજુઆત કરતા પોલીસ દ્વારા લેખિત અરજી લેવામાં આવીને તપાસ શરુ કરવામાં આવી હતી.
પોલીસે ફોન લોકેશનના આધારે લોકેશન વડોદરા હોવાનું માલુમ પડ્યું હતુ અને તેઓએ વડોદરાથી સલામત રીતે શોધીને કાઢીને તેમને ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે લાવામાં આવ્યા હતા. ત્યાં પુછપરછનો દોર હાલ શરુ કરવામા આવ્યો છે. બુરહાનુદ્દીન સલામત મળી આવતા પરિવારજનોમાં હાશકારો થયો છે.