ETV Bharat / state

Eid al Fitr 2023 : નમાઝ પઢાવી રહેલા મૌલાના સાહેબનું મૃત્યુ થતાં આનંદની લાગણી શોકમાં ફેરવાણી - રમઝાન 2023

ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં ઈદની નમાઝ અદા કરાવી રહેલા મૌલાના સાહેબનું મૃત્યુ નિપજ્યું છે. મૌલાના સાહેરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતા ગોધરા શહેરના સમગ્ર મુસ્લિમ સમાજના માતમ છવાયો છે.

Eid al Fitr 2023 : નમાઝ પઢાવી રહેલા મૌલાના સાહેબનું મૃત્યુ થતાં આનંદની લાગણી શોકમાં ફેરવાણી

author img

By

Published : Apr 22, 2023, 4:07 PM IST

પંચમહાલ : રમજાન ઈદની પંચમહાલ જિલ્લા સહિત રાજ્યભરમાં હર્ષો ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગોધરા શહેરના ગોન્દ્રા વિસ્તારમાં આવેલા ઇદગાહ મસ્જિદમાં ઈદની નમાઝ ગોધરાના અબ્રારાર મસ્જિદના ઈમામ મૌલાના મુફતી ઈદ્રીસ હાજીયા દ્વારા મોટી સંખ્યામાં ભેગા થયેલા મુસ્લિમ ભાઈઓને નમાજ અદા કરાવી રહ્યા હતા, ત્યારબાદ ઇદની નમાજ અદા કરાવ્યા બાદ મૌલાના મુફતી ઈદ્રીસ હાજીયાને અચાનક હાર્ટ એટેકનો હુમલો થતાં તેમનો ઇદગાની અંદર દુઃખદ અવસાન થયું હતું.

નમાઝ અદા કરાવી રહેલા મૌલાના સાહેબનું મૃત્યુ

હદયરોગના હુમલાથી મૃત્યુ : ઈદની નમાઝ અદા કરાવી રહેલા મૌલાના સાહેબનું હદયરોગના હુમલાથી મૃત્યુ નિપજતા ગોધરા શહેરના સમગ્ર મુસ્લિમ સમાજના માતમ છવાઈ ગયો હતો. તેથી મોટી સંખ્યામાં નમાઝ અદા કરવા માટે આવેલા મુસ્લિમ બિરાદરોની ઈદની આનંદની લાગણી શોકમાં પલટાઈ ગઈ હતી. ગોધરાના મૌલાના મુફતી ઈદ્રીસ હાજીયાને સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં તેમની લોક ચાહના છે, જ્યારે પણ વિદેશમાં કોઈપણ ધાર્મિક કાર્યક્રમ હોય ત્યારે તમને પહેલા બોલવામાં આવતા હતા.

આ પણ વાંચો : Eid al fitr 2023: જ્યારે અમદાવાદ જામા મસ્જિદમાં સર્જાયો અદભૂત નજારો, જૂઓ ઈદ અલ-ફિત્ર નમાઝના દ્રશ્યો

શોકની લાગણી છવાઈ : ત્યારે આજે અચાનક ઈદની નમાજ અદા કર્યા બાદ તેમનું હાર્ટ એટેકના હુમલાથી દુઃખદ અવસાન થતાં સમગ્ર મુસ્લિમ સમાજ સહિત દેશ વિદેશમાં તેમની લાગણી ધરાવનાર સમાજમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. ગોધરાના મૌલાના મુફતી ઈદ્રીસ હાજીયાને બે વાગ્યાની આસપાસ કબ્રસ્તાનમાં તેમની અંતિમ ક્રિયા કરીને દફનવિધિ કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહેનાર છે.

આ પણ વાંચો : Ramadan 2023 : રમઝાનના પર્વને લઈને બજારમાં રોનક, પરતું વેપારીઓનો માહોલ નરમ

રમઝાન ઇદનું મહત્વ : ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ સમુદાયમાં રમઝાન ઇદનું છે વિશેષ મહત્વ હોય છે અને આ પવિત્ર માસના અંતિમ દિવસે પવિત્ર રમજાન ઈદ એટલે કે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવે છે. દેશભરમાં શનિવારે ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાં ઈદની નમાઝ અદા કરાવી રહેલા મૌલાના સાહેબનું મૃત્યુ નિપજતા આનંદની લાગણી શોકમાં ફેરવાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.