પંચમહાલઃ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ડૉકટરો પણ આ કોરોના વાઇરસના ભરડામાં આવી રહ્યા છે. ત્યારે સોમવારે પંચમહાલ જિલ્લા કલેકટર અમિતકુમાર અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
પંચમહાલ કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 1913
- કુલ ડિસ્ચાર્જ - 1550
- કુલ સક્રિય કેસ - 268
પંચમહાલ જિલ્લામાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 30 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1913 થઈ છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 19 કેસ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 11 કેસ નોંધાયા છે.