ETV Bharat / state

પંચમહાલના ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મંત્રી ભાજપમાંથી LJP પાર્ટીમાં જોડાયા - Panchmahal BJP Minister of Scheduled Caste Front joins LJP party from BJP

પંચમહાલઃ જિલ્લાના ગોધરા સર્કિટ હાઉસ ખાતે લોકજનશક્તિ પાર્ટી(LJP)ના ગુજરાત પ્રદેશના અધ્યક્ષની આગેવાની હેઠળ પાર્ટી સંગઠનની મિટિંગ યોજાઈ હતી. જેમાં જિલ્લાના ભાજપ (અનુસુચિત જાતિ મોર્ચા)ના પ્રધાન સુરેશ પરમાર સહિત અનેક કાર્યકરો લોકજનશક્તિ પાર્ટીમાં જોડાયા હતા. જેમનું પાર્ટીના પ્રમુખે ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું.

પંચમહાલ
પંચમહાલ
author img

By

Published : Dec 26, 2019, 8:45 AM IST

ગોધરા સર્કિટ હાઉસમાં લોકજનશક્તિ પાર્ટીએ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પંકજકુમાર રામાનુજની અધ્યક્ષતામાં મીટિંગ યોજી હતી. જેમાં પાર્ટીનું સંગઠન મજબૂત બને તે અંગે જરૂરી ચર્ચા સાથે પાર્ટીના કાર્યકરોને યોગ્ય કામગીરી કરવા જણાવ્યું હતું. ત્યારબાદ જિલ્લા ભાજપ (અનુસુચિત જાતિ મોર્ચા)ના પ્રધાન સુરેશભાઈ પરમાર ભાજપ છોડીને લોકજનશક્તિ પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ પંકજ કુમાર રામાનુજે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યુ હતું. સાથે જ તેમની લોકજનશક્તિ પાર્ટીમાં જિલ્લા મહામંત્રીની નિમણૂક કરી હતી.

ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મંત્રી ભાજપમાંથી LJP પાર્ટીમાં જોડાયા

Intro:
પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરા સરકીટ હાઉસ ખાતે આજે લોકજનશક્તિ પાર્ટી(LJP)ના ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ પંકજ રામાનુજની આગેવાની હેઠળ પાર્ટી સંગઠનની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આજે પંચમહાલ જિલ્લા ભાજપ (અનુસુચિત જાતિ મોર્ચા)ના મંત્રી સુરેશ પરમાર લોકશક્તિ પાર્ટીમાં જોડાયા હતા.પાર્ટીના પ્રમુખ દ્રારા ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.અન્ય કેટલાક કાર્યકરો પણ LGPમાં જોડાયા હતા.

Body:ગોધરા ખાતે સરકીટ હાઉસ ખાતે લોકજન શક્તિ પાર્ટીએક મીટીંગનું આયોજન લોકજન શક્તિ પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પંકજ કુમાર રામાનુજની અધ્યક્ષતામાં કરવામા આવ્યું હતું.જિલ્લાના કાર્યકતાઓ દ્રારા તેમનુ ફુલગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.વધુમાં તેમનો જન્મ દિવસ હોવાથી કેક કાપીને ઉજવણી પણ કરવામા આવી હતી.ત્યારબાદ પાર્ટીનું જિલ્લામાં સંગઠન મજબૂત બને તે અંગે જરૂરી ચર્ચા સાથે પાર્ટીના કાર્યકરોને કામે લાગી જવા પણ જણાવાયું હતું. પંચમહાલ જિલ્લા ભાજપ (અનુસુચિત જાતિ મોર્ચા)ના મંત્રી સુરેશભાઈ પરમાર ભાજપ છોડીને લોકજન શક્તિ પાર્ટીમાં જોડાયા હતા.અને
પંકજ કુમાર રામાનુજ દ્રારા પાર્ટીની ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામા આવ્યું હતું.સાથે તેમને લોકજનશક્તિ પાર્ટીમાં પંચમહાલ જિલ્લા મહામંત્રીની નિમણૂક આપવામા આવી હતી.અને તેમને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યો હતો.
ભાજપમાંથી LJP માં જોડાનાર સુરેશભાઈ પરમારે જણાવ્યું હતું કે "ભાજપ પાર્ટીમાં મને જે કામગીરી સોંપવામાં આવી હતી.તે કામગીરી મેં કરી હતી.તેમને પાર્ટી છોડવાના કારણ મામલે જણાવ્યું કે તાલુકા તેમજ પંચાયત કક્ષાએ રજુઆત કરતા હોવા છતાં કામો થતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ મિટિંગમાં પ્રદેશ પ્રમુખ શકીલ ભાઈ તિજોરીવાળા, અમદાવાદ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ ગજ્જર અને પાર્ટીના સંગઠનના કાર્યકરો અને હોદેદારો,મહીલા હોદ્દેદારો પણ હાજર રહ્યા

Conclusion:બાઇટ:1 પંકજ રામાનુજ (ગુજરાત અધ્યક્ષ, લોકજન શક્તિ પાર્ટી)

બાઇટ:-2 સુરેશભાઈ પરમાર ( લોકજન શક્તિ પાર્ટીમાં જોડાનાર)

સ્ટોરી ડેસ્ક પરથી કલ્પેશ સરે કીધી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.