ETV Bharat / state

પંચમહાલના બાગાયત સંશોધન કેન્દ્રમાં બિલ્વપત્રની નવી જાત વિકસાવવામાં આવી

પંચમહાલ જિલ્લો કૃષિપ્રધાન જિલ્લો છે. અહીં અનેક કૃષિ સંશોધન સંસ્થાઓ આવેલી છે. પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલી કેન્દ્રીય બાગાયત સંશોધન સંસ્થામાં બિલ્વપત્રની નવી વિશિષ્ટ જાત વિકસાવામાં આવી છે.

Panchmahal
બિલ્વપત્રની નવી જાત
author img

By

Published : Jan 26, 2020, 8:34 PM IST

પંચમહાલ: 30 માર્ચ 1979ના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ દ્વારા અહીંના બાગાયત સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ વિધિ કરવામાં આવ્યો હતો. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ખેડૂતો તેમના વિસ્તારની જમીન અને આબોહવાને ધ્યાનમાં રાખીને તેમને ફાયદો થાય તેવા પાકોનું ઉત્પાદન કરવાના હેતુથી ખેડૂતોને માર્ગદર્શન આપવા અને પાકની નવી જાત વિકસાવવાના હેતુથી આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી.

જેમાં ભગવાન શંકરનો નિવાસ હોવાનું માનવામાં આવે છે અને જેના પાન શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. તેવા બિલ્વવૃક્ષની નવી જાતિઓ વિકસાવામાં કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્ર સંસ્થાના કૃષિ વૈજ્ઞાનિકોએ સફળતા મેળવી છે. વર્ષ 2001થી શરુ કરવામાં આવેલા આ કાર્ય પાછળ અથાક મહેનતના પરિણામ સ્વરૂપે બીલ્વવૃક્ષના 199 જેટલા જનીન દ્રવ્યોનું સંર્વધન કરવામાં આવ્યું છે. જેમાં દેશના વિવિધ કૃષિ વિદ્યાલયથી ઉત્તમ જનીન દ્રવ્યો લાવીને કેન્દ્રના ફાર્મ ખાતે વાવીને તેનું મૂલ્યાંકન કરી વિવિધ જાત વિકસાવવામાં આવી છે. જેમાં ગોમાયાશી, થાર દિવ્ય અને થાર નિલકંઠની જાત મહત્વની ગણવામાં આવે છે.

બિલ્વપત્રની નવી જાત વિકસાવવામાં આવી

આ બિલ્વવૃક્ષ પાછળ થતા નજીવા રોકાણ અને તેના ગુણોને ધ્યાનમાં રાખીને તેની માગ જોતા માત્ર પંચમહાલ જ નહીં પણ સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે બીલ્વપત્રની ખેતી આશિર્વાદ સમાન બની રહેશે તેમાં કોઈ અતિશયોક્તિ નથી.

Intro:

પંચમહાલ જીલ્લો કૃષિપ્રધાન જિલ્લો છે.જિલ્લામાં અનેક એવી કૃષિ સંશોધન સંસ્થાઓ આવેલી છે.જેમાંની એક સંસ્થા એટલે કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલી કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્ર સંસ્થા. ભારતના નાયબ વડાપ્રધાન મોરારજી દેસાઈ દ્વારા તે કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્રની 30 માર્ચ 1979માં શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી.ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્ર અને ખેડૂતો તેમના વિસ્તારની અને જમીન આબોહવા ને ધ્યાનમાં રાખીને તેમને ફાયદો થાય અને પાકો અને જાતો વિશે માર્ગદર્શન આપવા અને જાતો વિકસાવવામાં હેતુથી આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી. હાલોલ- શામળાજી હાઇવે માર્ગ પર આવેલી આ સંસ્થામાં વિવિધ ફળો પર સંશોધન કાર્ય હાથ ધરવામાં આવે છે. જેના સંશોધનના ભાગરૂપે બીલીવૃક્ષ પર વિશિષ્ટ જાતો વિકસાવવામાં આવી છે.

Body:ભગવાન શંકરનો જેમાં નિવાસ હોવાનું મનાય છે અને જેના પાન શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે તેવા બીલી વૃક્ષની જાતિઓ વિકસાવામાં કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્ર સંસ્થાના કૃષિ વૈજ્ઞાનિકોએ સફળતા મેળવી છે.જેમાં 2001શરૂ કરવામાં આવેલા આ કાર્ય પાછળના મહેનતના પરિણામ સ્વરૂપે બીલી વૃક્ષના 199 જેટલા જનીન દ્રવ્યોનું સંર્વધન કરવામાં આવ્યું છે.
જેમાં દેશના અલગ-અલગ કૃષિવિદ્યાલયથી ઉત્તમ જનનદ્રવ્યો લાવીને કેન્દ્રના ફાર્મ ખાતે વાવીને તેનું મૂલ્યાંકન કરી વિવિધ જાતો વિકસાવવામાં આવી છે.જેમાં ગોમાયાશી, થાર દિવ્ય, થાર
નીલકંઠ ની જાતો મહત્વની જાતો ગણવામાં આવે છે.વેજલપુર ખાતેના 10 હેકટર ફાર્મમાં ઉગાડવામાં આવેલા પાંચ હજાર જેટલા બીલીવૃક્ષો ઉપર 500 ગ્રામ થી 7 કિલો સુધીના બીલીફળ લાગતા હોય છે.અને આ બીલીવૃક્ષ ને ખૂબ ઓછા પાણીની જરૂર પડે છે અને ખૂબ ઓછી માવજત માંગી લેતું આ વૃક્ષ છે.

દિવ્ય ફળ તરીકે ઓળખાતું બીલી ઔષધી ગુણો પણ ધરાવે છે.તેમાં રહેલા તત્વો પેટ આંતરડાં સહિતના અનેક પ્રકારની બીમારીઓ,ડાયાબિટીસ,કેન્સર સામે લડવા માટે અસરકારક સાબિત થાય છે. ફળોની સાથે સાથે તેના મૂળિયા છાલ પણ ઔષધીય ગુણો ધરાવે છે.આ બીલીવૃક્ષ પાછળ થતા નજીવા રોકાણ અને તેના ગુણોને ધ્યાનમાં રાખીને તેની માંગ જોતા માત્ર પંચમહાલ જ નહિ પણ સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે બીલીપત્રને ખેતી આશીર્વાદ સમાન બની રહેશે તેમાં કોઈ અતિશયોક્તિ નથી.

Conclusion:બાઈટ : ડૉ એ.કે સિંગ
કૃષિ વૈજ્ઞાનિક (ફળ સંશોધક)
કેન્દ્રીય બાગાયત સંશોધન કેન્દ્ર.વેજલપુર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.