રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે પંચમહાલ, દાહોદ અને મહીસાગર આ ત્રણ જિલ્લાની એક માત્ર એવી 150 બેડની સરકારી હોસ્પિટલ આવેલી છે. જેમાં બાળરોગ વિભાગમાં નવજાત શિશુનો મૃત્યુ દર પણ ચિંતાજનક કહી શકાય એવો જાણવા મળ્યો છે. એપ્રિલ 2019થી ડિસેમ્બર 2019 દરમિયાન અહીં 169 નવજાત બાળકોના મૃત્યુ થયા હતા. સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારીના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લામાં જે નવજાત શિશુઓના મોત થયા છે. જેમાં મોટાભાગના બહાર ખાનગી દવાખાનાઓમાં ડિલિવરી કરાવ્યા બાદ જન્મેલા બાળકના હોય છે. સિવિલ હોસ્પિટલમાં જન્મેલા બાળકોના મોતની ટકાવારી ઘણી ઓછી હોય છે.
સિવિલ હોસ્પિટલના અધિકારીના જણાવ્યા મુજબ મોટાભાગના મૃત્યુ પામનારા બાળકો સમય પહેલાં જન્મેલા હોય છે અથવા ઈન્ફેક્શનના કારણે મૃત્યુ પામતા હોય છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રત્યેક મહિનામાં 100થી વધુ પ્રસૂતિના કેસ આવે છે.