અંબાલી ગામે GIERT ગાંધીનગર,જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સંતરામપુર અને જિલ્લા તાલીમ ભવન પંચમહાલના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો ઈનોવેશન ફેર યોજાયો હતો. જેમાં શિક્ષકો દ્વારા શિક્ષણ અંગેના નવીન વિચારો રજૂ કરવામાં આવ્યાં હતા. આ ફેરમાં 80 શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમને નવીન અને રચનાત્મક પ્રવૃતિઓ અંગે રચનાત્મક સ્ટોલ ઉભા કરીને પોતાના વિચારો લોકો સમક્ષ રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં ટીબા ગામની કુમાર શાળા દ્વારા ઉભો કરવામાં આવેલો સ્ટોલ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. કારણે કે, આ શાળા દ્વારા ઈ-શિક્ષણ પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જેને મોબાઈલને ટી.વી સાથે કનેક્ટ કરી HD સ્ક્રીન પર બાળકોને શિક્ષણ આપવાની રજૂઆત કરી હતી. શાળાની ખાસ રજૂઆતમાં ETV BHARATએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ETV BHARAT દ્વારા શહેરા તાલુકાની સાજીવાવ પ્રાથમિક શાળાએ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને CCTV કેમેરા લગાવ્યા હોવાનો અહેવાલ પ્રકાશિત કરાયો હતો. જેને LED સ્ક્રિનમાં દર્શાવી શાળાની વિશેષતા અંગેની રજૂઆત કરી હતી.