પ્રભાતસિંહે અગાઉ પણ અનેક વાર ભાજપના મોવડીઓને ઘમકી આપી ચૂક્યા છે કે, જો મને ફરી વાર ટિકીટ આપવામાં નહીં આવે તો હું મારી રીતે લડી લઈશ. હાલ પ્રભાત સિંહે 50 જેટલા કાર્યકરો સાથે બંધબારણે બેઠક કરી હતી. જેમાં કાલોલ નગરપાલિકાના કાઉન્સિલરનો પણ સમાવેશ થાય છે.
એવું મનાઈ રહ્યું છે કે, પ્રભાત સિંહ શક્તિ પ્રદર્શન કરી મોવડી મંડળ પર દબાવ લાવવાનો પ્રયાસ કરશે. જો કે, જો ભાજપના સત્તાવાર ઉમેદવાર તેમનું ફોર્મ ન ભરે ત્યાં સુધી રાહ જોવાની રણનીતિ પ્રભાત સિંહે હાલ અપનાવી છે. હાલ ઉમેદવારના નામમાં ફેરફાર થાય તેવી તેમને આશા છે. પરંતુ જો મોવડીઓ ફેર વિચારણા ન કરે તો અપક્ષ લડી લેવાના મૂડમાં હતા પણ હવે તેમણે જાહેરાત કરી દીધી છે કે, તેઓ અપક્ષમાંથી જ ચૂંટણી લડશે.