એવું કહેવાતું હતું કે, લોકો રાસ રમવા માટે ખાસ વિશેષ પ્રકારના દાંડીયા બનાવતા હતા. વળી કોઈક તો પોતાના દાંડીયા જાતે બનાવતા હતા. રાસ ગરબાને લઈને લોકો રાતોરાત જાગતા હતા. પણ આજે રાસ ગરબા અને દાંડીયા માત્ર નવરાત્રીના પોસ્ટર સુધી જ સિમિત રહ્યાં છે. છતાંયે આજે હત્યાકાંડનું કલંક લઈ ફરતું ગોધરા કોમી એખલાસ માટે પણ જાણીતુ બન્યું છે. કારણ કે અહીં મુસ્લિમો દાંડિયા બનાવે છે. આ દાંડિયાનો વપરાશ ચોક્કસ ઘટ્યો છે, પણ ગોધરામાં જ્યારે મુસ્લિમ સમુદાય દાંડિયા બનાવતો હોય તો તે નોંધનીય બાબત છે. હિન્દુ-મુસ્લિમના કોમવાદથી ભૂતકાળમાં ગોધરાકાંડ કલંક રૂપ બન્યું, પણ આજ ગોધરામાં એક પરિવાર કોમી એકલાસની મિસાલ સાબિત થયો છે. ગુજરાતમાં નહીં સમગ્ર વિશ્વ સુંદર દાંડિયા બનાવતા ગોધરાના મુસ્લિમ કારીગરો દર વર્ષે લાખોના દાંડિયા દુનિયાભરમાં વેચે છે, પરંતુ આ વખતે મંદી નડી રહી છે.
બદલતાં ટ્રેન્ડની સાથે ગરબાની વિવિધતામાં પરિવર્તન આવ્યું છે. છેલ્લા કેટલાય વર્ષથી ફિલ્મી ગીતોના તાલે ગવાતાં ગરબાનું ચલણ વધ્યું છે. જેના કારણે બજારમાં દાંડિયાની માગમાં ઘટાડો થયો છે. આ બાબતનો ગરબા રમતા ખેલૈયાઓનોને કોઈ ફરક પડતો નથી, પરંતુ આ વખતે દાંડિયા બનાવનાર કારીગરોને બેવડો માર પડ્યો છે. ઓછામાં પુંરુ ચોમાસાને કારણે દાંડિયાના બજારમાં ખુબ જ મંદી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, શરૂઆતના ત્રણ નોરતામાં વરસાદને કારણે દાડિયાની ખરીદીમાં ઘટાડો થયો. આમ, દર વર્ષે આવતાં ગરબાના બદલાવથી સાથે દાંડીયાનું અસ્તિત્વ ધૂધળું દેખાઈ રહ્યું છે.