પંચમહાલ : જિલ્લામાં શુક્રવારે કોવિડ-19 સંક્રમણના 11 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા.આ સાથે કોરોના પોઝિટીવ દર્દીઓની કુલ સંખ્યા 214 થઇ ગઇ પછે. જોકે સારવાર બાદ સાજા થતા 3 દર્દીઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 148 દર્દીઓ કોરોના સંક્રમણથી મુક્ત બન્યા છે. જ્યારે 16 વ્યક્તિઓનું સારવાર દરમિયાન મોત થયું છે.
જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 50 થઇ ગઇ છે, જેમની હોલ સારવાર ચાલી રહી છે. જિલ્લાના શહેરી વિસ્તારોમાં 185 કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાં 29 કેસો નોંધાયા છે. નવા મળી આવેલા કેસોની વિગત જોઈએ તો હાલોલ શહેરમાંથી સૌથી વધુ 5 કેસો મળી આવ્યા છે. જેમાં પાવાગઢના રોડના 51 વર્ષીય પુરુષ, અયોધ્યાનગર વિસ્તારના 70 વર્ષીય પુરૂષ, 65 વર્ષીય મહિલા અને 8 વર્ષીય બાળક તેમજ 50 વર્ષીય મહિલા કોરોના સંક્રમિત મળ્યા છે.
હાલોલ તાલુકાના તરખંડા ગામે 20 વર્ષીય યુવક અને અરાદના પિંગળીની મુવાડીના 43 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ગોધરાના શહેરી વિસ્તારોમાં 2 કેસ પોઝિટીવ મળી આવ્યા છે, જેમાં સિગ્નલ ફળિયાના 50 વર્ષીય મહિલા અને ગીતા સોસાયટીના 72 વર્ષીય મહિલા કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. કાલોલના નવાપુરા ફળિયાના 51 વર્ષીય મહિલા અને ઘોઘંબાના વાવ બાકરોલના 20 વર્ષીય યુવતીના સેમ્પલના પરિણામ પોઝિટીવ આવ્યા છે.
જિલ્લામાં કોરોના સંક્રમણ સામે બચાવ પ્રક્રિયાના ભાગરૂપે અત્યાર સુધી કુલ 13,533 લોકોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 12,271 લોકોએ પોતાનો કોરોન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કર્યો છે, જ્યારે બાકીના 1262 લોકો હજી પણ કોરોન્ટાઈન હેઠળ છે. જિલ્લામાંથી તપાસ અર્થે કુલ 6526 સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી 214 સેમ્પલ પોઝિટીવ, 5752 સેમ્પલ નેગેટીવ આવ્યા છે. 6 સેમ્પલ રીપીટ સેમ્પલ હતા. 7 દર્દીઓ કોવિડ-19 હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસો મળી આવવાના પગલે અત્યાર સુધી કુલ 117 વિસ્તારોને ક્લસ્ટર કન્ટેઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 49 ક્લસ્ટરમાં છેલ્લા 28 દિવસોમાં કોઈ પોઝિટીવ કેસ ન મળી આવતા તેમને નિયંત્રણમુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 68 વિસ્તારો હજી પણ ક્લસ્ટર ક્વોરેન્ટાઈન છે.