ભારતભરના વેપારીઓને જે ઓનલાઈનના અનૈતિક વ્યાપાર કરવાની પદ્ધતિ, GSTની ચોરી, FDI પરિપત્ર 2 નું ઉલ્લંઘન સામે જરૂરી પગલાં ભરીને ભારતના રીટેલ વ્યાપાર ને બચાવવા માટે અને બેકારીને રોકવા માટે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અનૈતિક વ્યાપાર કરવાના લીધે ગુજરાતમાં 2019માં 1000 થી વધારે મોબાઈલ શોપ બંધ થઈ ગયેલ છે જેના લીધે ઓછામાં ઓછા 10000 લોકો બેકાર બની ગયા છે.
મોબાઇલ શોપ એસોસીએશની ભારત સરકારને નમ્ર વિનંતી કરીએ છે કે, અમારી નીચે દર્શાવેલ માંગો ઉપર ધ્યાન આપીને નિરાકરણ લાવે અને ઇકોમર્સ મંત્રાલય દ્વારા જેનું સમય સમય ઉપર ઓડિટ કરવામાં આવે...
1. ઓનલાઈન ઉપર ફક્ત ને ફક્ત ઇપેમેન્ટ, IMPS અથવા કાર્ડ દ્વારા જ લેવામાં આવે કોઈપણ જાત નો 1000 થી મોટી રકમ નો રોકડ વ્યવહાર અટકાવવો જેના લીધે GSTની ચોરી થતી અટકે.
2. ભારતના વેપારીઓ હેરાન થાય એ રીતે કોઈપણ રીતે પ્રોડક્ટના ભાવ ને અત્યંત નીચે કરીને અવ્યવસ્થા ઉભી ન થાય એનું ધ્યાન રાખવામાં આવે.
3. બેંકો દ્વારા કેશબેક RBI દ્વારા બંધ કરવામાં આવે જેના લીધે બેંકો આર્થિક રીતે મજબૂત બને અને એ પૈસાનો ઉપયોગ રાષ્ટ્રહિતના કામોમાં લેવામાં આવે.
4. સમાનભાવ, સમાન સમયે અને સમાન પ્રોડક્ટ ઓનલાઈન અને રિટેલ બંને ક્ષેત્રમાં મળે એના માટે સરકાર પરિપત્ર બહાર પાડે.
5. FDI ના પરિપત્ર નંબર 2 નું સંપૂર્ણ પણે પાલન થાય અને એ માટે CAIT સાથે મળીને ને એક બોડીની રચના કરવામાં આવે.
ઉપરોકત માંગોને ધ્યાનમાં લઈને સરકાર ભારતના વ્યાપારને બચાવે અને વિદેશમાં જતા પૈસાને રોકીને બેકારીને અટકાવે જો આમ નહીં થાય તો ભવિષ્યમાં આનાથી વધારે ઉગ્ર આંદોલન આખા દેશમાં કરવામાં આવશે.