ETV Bharat / state

પંચમહાલના શહેરામાં ગ્રામીણ વિસ્તારમાં સિંચાઈનું પાણી ન મળતા ડાંગરનો પાક સૂકાયો - urban area

પંચમહાલઃ શહેરા પંથકમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઇ માટેની માઇનોર કેનાલમાં પાણી ન છોડવાના કારણે ખેડૂતોનો ડાંગરનો પાક સુકાઈ ગયો છે. વધુમાં પાક સુકાઈ જવાને કારણે બિયારણ તેમજ ખેતી માટે લીધેલી ખર્ચાની લોન હવે ચૂકવી શકાય નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, આ પાણી છોડવા બાબતે અમે તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ જોવા મળ્યું નથી.

સિંચાઈનું પાણી ન મળતા ડાંગરનો પાક સૂકાયો
author img

By

Published : May 4, 2019, 12:18 AM IST

પંચમહાલ જિલ્લાનું નામ આવતાની સાથે પાણીના પોકારો ઉઠવા પામતા હોય છે. ગોધરા ખેડૂતોને ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતું સિંચાઇ માટેનું પાણી ના આપવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા હોવા છતાં પાણીની પારાયણ જોવા મળી રહી છે. ધારાપુર ગામ 2500 જેટલી વસ્તી ધરાવે છે, આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. તેમજ સિંચાઈ માટે માઇનોર કેનાલો આવેલી છે.

સિંચાઈનું પાણી ન મળતા ડાંગરનો પાક સૂકાયો

ધારાપુર ગામ પાસે આવેલા ગુણેલી ગામના તળાવમાં પાનમ સિંચાઇ યોજનાનું પાણી નાખવામાં આવે છે. માઇનોર કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે. આ વિસ્તાર 2 હેક્ટર જેટલો છે, પરંતુ ધારાપુરના ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે કે, અમને ખેતી માટે પાણી આપવામાં આવતું નથી. તેના કારણે અમારો ડાંગરનો પાક સુકાઈ રહ્યો છે. પાણી છોડવા બાબતે અમે જવાબદાર તંત્રને ઘણી વખત રજૂઆત કરી હોવા છતાં તેનું કોઈ પરિણામ જોવા મળતું નથી. અમે ડાંગર પાક માટે બેંકમાંથી લોન પણ લીધી હતી તેમજ બિયારણ અને તેની પાછળ ઘણ ખર્ચો કર્યો છે, તે પણ માથે પડ્યો છે.

Intro:પંચમહાલ જિલ્લાના શહેરા પંથકમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઇ માટેની માઇનોર કેનાલમાં પાણી ના છોડવાના કારણે ખેડૂતોનો મહામૂલો ડાંગરનો પાક સુકાઈ ગયો છે વધુમાં પાક સુકાઈ જવાને કારણે બિયારણ તેમજ ખેતી માટે લીધેલી ખર્ચા માટેની લોન હવે ચૂકવી શકે નહીં તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે કે આ પાણી છોડવા બાબતે અમે તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ જોવા મળ્યું નથી.

Body:પંચમહાલનું આવતાની સાથે પાણીના પોકારો ઉઠવા પામતા હોય છે તેમાં ગોધરા ખેડૂતોને ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતું સિંચાઇ માટેનું પાણી ના આપવામાં આવતો હોવાની બૂમો ઉઠવા પામી છે.શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં સિંચાઈની સમસ્યા વ્યવસ્થા હોવાને હોવા છતાં પાણીની પારાયણ જોવા મળી રહી છે. શહેરા તાલુકાના ધારાપુર ગામ 2500 જેટલી વસ્તી ધરાવે છે આ ગામ માં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે તેમજ સિંચાઈ માટે માઇનોર કેનાલો આવેલી છે ધારાપુર ગામ પાસે આવેલા ગુણેલી ગામના તળાવ મા પાનમ સિંચાઇ યોજનાનું પાણી નાખવામાં આવે છે.અને ત્યાંથી માઇનોર કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે.આ વિસ્તાર 2 હેક્ટર જેટલો છે. પરંતુ ધારાપુર ના ખેડૂતો આક્ષેપ લગાવી રહ્યા છે. અમને ખેતી માટે પાણી આપવામાં આવતું નથી તેના કારણે અમારો મહામુલો ડાંગરનો પાક સુકાઈ જવા પામ્યો છે પાણી છોડવા બાબતે અમે જવાબદાર તંત્રને રજૂઆત કરવી હોવા છતાં તેનું કોઈ પરિણામ જોવા મળતું નથી.અમે ડાંગરનો પાક કરવા માટે બેંકમાંથી લોન પણ લીધી હતી તેમજ બિયારણ અને તેની પાછળ ખર્ચો કરવામા છે.તે પણ માથે પડયો છે.

Conclusion:હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે તંત્ર સુ પગલાં ભરે છે.

બાઇટ- વિરેન્દ્ર સિંહ ( ખેડૂત)
બાઇટ- દશરથસિંહ ( ખેડુત)
બાઈટ-હરેન્દ્રસિંહ(ખેડૂત)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.