ETV Bharat / state

આ મધુશાલા નથી સાહેબ, શાળા છે...અહીં નશો કરીને આવે છે શરાબી શિક્ષક

પંચમહાલઃ જિલ્લાના ઘોઘંબાના રાયણના મુવાડા ગામે શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. આ ગામમાં છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક શાળાનો શિક્ષક નશાની હાલતમાં શાળામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓ અને આ શાળાના આચાર્ય સાથે અસભ્ય વર્તન કરે છે. જેથી રોષે ભરાયેલાં ગ્રામજનો શિક્ષકને નોકરીમાંથી બરતરફ કરવાની માગ કરી રહ્યા છે.

author img

By

Published : Dec 17, 2019, 9:19 AM IST

ઘોઘંબા તાલુકાનો શિક્ષક ચાલુ શાળાએ નશાની હાલતમાં ઝડપાયો
ઘોઘંબા તાલુકાનો શિક્ષક ચાલુ શાળાએ નશાની હાલતમાં ઝડપાયો

ઘોઘંબા તાલુકાના રાયણના મુવાડામાં આવેલી પ્રાથમિક શાળાનો શિક્ષક છેલ્લા એક વર્ષથી દારૂનો નશો કરી શાળામાં આવતો હોવાની ફરિયાદ સામે આવી છે. ઝાલા ગોવિંદસિંહ નામનો શિક્ષક નશાની હાલતમાં શાળામાં આવે છે અને બાળકો સહિત આચાર્ય સાથે ગેરવર્તૂણુક કરે છે.

આ બાબતે શાળાના આચાર્ય અને ગ્રામજનોએ શિક્ષકને શાળામાં નશો કરવાની મનાઈ હતી. ત્યારે શિક્ષકે ગ્રામજનોને જે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. આમ, છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરી રહ્યો હતો. જેથી રોષે ભરાયેલાં ગ્રામજનોએ શિક્ષકને ચાલું શાળાએ નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો અને તેની સામે કડક પગલાં લેવાની માગ કરી હતી. ઘટનાની જાણ થતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરત જ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ત્યારબાદ તેમણે ગ્રામજનોને યોગ્ય તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

ઘોઘંબા તાલુકાનો શિક્ષક ચાલુ શાળાએ નશાની હાલતમાં ઝડપાયો

ઉલ્લેખનીય છે કે, એક તરફ સરકાર શિક્ષણ લઈને મોટી મોટી યોજનાઓ કરી રહી છે. ત્યારે શાળામાં કથળતા શિક્ષણ અને કેળવણીના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. જેમાં શિક્ષકો અને તંત્રની બેદરકારી જોવા મળે છે. જેના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અંધેરામાં ધકેલાઈ રહ્યું છે. એટલે જીવનનું ઘડતર કરનાર શિક્ષકની યોગ્ય પરખ કરી તેના હાથમાં દેશના ભાવિની જવાબદારી સોંપવાની લોકમાગ ઉગ્ર બની છે.

Intro:પંચમહાલ ઘોઘંબા ના રાયણ ના મુવાડા ગામે શિક્ષણ જગત ને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો. પ્રાથમિક શાળાનો શિક્ષક દારૂ પીધેલી હાલતમાં આવતા ગ્રામજનો એ આજે રંગે હાથે ઝડપી પાડ્યો Body:પંચમહાલ જિલ્લા ના ઘોઘંબા તાલુકાના રાયણ ના મુવાડા ખાતે આવેલ પ્રાથમિક શિક્ષક છેલ્લા એક વર્ષ થી દારૂ નો નશો કરી ને શાળામાં આવતો હોવાની ફરિયાદ ગ્રામજનો દવારા શિક્ષણ વિભાગ માં કરવામાં આવતી હતી.જેમાં એક વાર આ શિક્ષક સામે પગલાં પણ લેવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી
જેમાં શાળા આચાર્ય દ્વારા અનેકવાર શિક્ષકને શાળામાં દારૂ પી ને ન આવવા જણાવ્યું હતું.છતાં પણ શિક્ષક દવારા અવાર નવાર દારૂ પી ને શાળામાં આવતો હતો. આજે શિક્ષક ઝાલા ગોવિંદસિંહ સોમસિંહ દારૂ પીધેલી હાલતમાં શાળાએ આવતા સ્થાનિકોએ ઝડપી પાડ્યો.ગામ લોકો એ શાળા એ મોટી સંખ્યા માં જઇ શિક્ષક ને રંગે હાથે ઝડપી પાડ્યો હતો.જેમાં શાળા ના બાળકો એ પણ નારા બાજી કરી હતી અને દારૂડિયા શિક્ષક ને દૂર કરો એવા નારા લગાવ્યા હતા.જયારે શાળા ના આચાર્ય એ પણ જણાવ્યું હતું કે મેં વારંવાર તેમને દારૂ પી ને શાળા ન આવવા માટે જણાવવામાં આવેલ પણ આ શિક્ષક મારી સુચનનું પાલન કરતા ન હતા.અને તેમના રોજિંદા શિક્ષણ કાર્ય માં પણ પૂરતું ધ્યાન ન આપતા હોવાનું જાણવા મળેલ છે.આ સમગ્ર હોબાળા વચ્ચે આ બાબત ને જાણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી થતા તે ઘટના સ્થળે પોહચી તેને જિલ્લા ખાતે વધુ કાર્યવાહી માટે મોકલી આપવમાં આવેલ હતો.જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી એ પણ વધુ તપાસ કરી આગળ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
Conclusion:બાઈટ .1 શાળા ના આચાર્ય .કોટવાલ હેતલ બેન
બાઈટ 2 ગ્રામ જન .પરમાર વિજય સિંહ
બાઈટ 3 જિલ્લા શિક્ષણ અધિકારી .બી એસ પંચાલ
કંદર્પ પંડ્યા
પંચમહાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.