પંચમહાલઃ પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મેખર ગામના દલસુખભાઈ ઉર્ફે ભલાભાઈ મનસુખભાઇ પરમારની 22 વર્ષીય પુત્રી દિવ્યાના લગ્ન શહેરા તાલુકાના બોરીયાવી ગામના સોમાભાઈ દલપતભાઈ ખાંટ સાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા હતાં.
લગ્નના ટુંક સમયમાં જ મૃતક દિવ્યાને પોતાના પતિ અને જેઠાણી વચ્ચેના આડા સબંધો ધ્યાને આવ્યા હતા. આમ અતિશય માનસિક ત્રાસના કારણે ઘર નજીક આવેલાં કૂવામાં જંપલાવી મોતને વહાલું કર્યું હતું. આ તરફ પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી દિવ્યાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતદેહ શહેરા સરકારી દવાખાને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.