ETV Bharat / state

પંચમહાલમાં વધુ વરસાદના પગલે ખેતીને ભારે નુકસાન થવાની ભીંતિ - પંચમહાલમાં વરસાદ

પંચમહાલઃ જિલ્લામાં વરસી રહેલા સતત વરસાદને લઈ જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની છે. સમગ્ર જિલ્લામાં હાલ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે. વધારે પડતા વરસાદને કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીંતિ સતાવી રહી છે.

vfv
author img

By

Published : Oct 1, 2019, 11:50 PM IST

પંચમહાલ જિલ્લામાં આ ચોમાસાની સિઝનનો 134 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. સારો વરસાદ અને જિલ્લાના જળાશયો ભરાઈ જવાને લઇ પંથકના ખેડૂતો નિશ્ચિંત હતા. તેમજ સારો પાક થવાની આશાએ જિલ્લાના ખેડૂતોએ ડાંગર, મકાઈ, ગુવાર, મરચી, મગ, બાજરી, કપાસ, સોયાબીન અને શાકભાજી જેવા પાકો કર્યાં હતા. સારા વરસાદને કારણે ખેડૂતોને સારા પરિણામની આશા બંધાઈ હતી. આ વખતે ખેતી ફાયદાકારક થશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ વધારે પડતા વરસાદને કારણએ ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફરી ગયું છે.

પંચમહાલમાં વધુ વરસાદના પગલે ખેતીને ભારે નુકશાન થવાની ભીતી

મોટાભાગના વિસ્તારોમાં તમામ પાક નિષ્ફળ ગયા છે, ત્યારે જિલ્લાના ખેડૂતો વરસાદ વિરામ લે તેવી આશ લગાવીને બેઠા છે. સતત વરસાદને કારણે પાક નિષ્ફળ જાય તે સ્વાભાવિક છે. કાલોલ તાલુકાના સંઘર્ષશીલ ખેડૂતે મેઘરાજા સાથે બાથ ભીડી પોતાના 6 વિઘાના ખેતરમાં પ્રથમ ગુવારનું વાવેતર કર્યું હતું પણ સતત વરસાદને કારણે આ વાવેતર ધોવાઈ ગયું અને દવા ખાતરનો ખર્ચ પણ માથે પડ્યો છે.

પંચમહાલ જિલ્લામાં શહેરા અને કાલોલ તાલુકામાં વધુ વરસાદને લઈને ખેડૂતોને નુકસાન થવા પામ્યું છે. કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તેમજ વધુ વરસાદને લઈને શહેરા તાલુકાના મહીનદી કાંઠાના ગામોમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે.

જિલ્લામાં ખેતીની સ્થિતિને લઇ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેતીના નુકસાનીનો સર્વે કરાવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ખેતીવાડી વિભાગના અત્યાર સુધીના સર્વે મુજબ ખેતીના વિવિધ પાકોને સતત વરસાદથી નુકસાન થયું છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ હાલ સુધી 800 હેક્ટર કરતા વધુ ખેતીલાયક જમીનમાં કરવામાં આવેલા પાકને નુકસાન થયું છે. ખેડૂતોને સહાય ચુકવવા માટે પણ રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવશે તેવું જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હવે રાજ્ય સરકાર દ્વારા ખરેખર ખેડૂતોને વળતર આપવામાં આવે છે કે પછી જગતનો તાત ભગવાન ભરોશે જ રહેશે તે જોવું રહ્યું.

Intro:પંચમહાલ માં વરસી રહેલા સતત વરસાદ ને લઈ જિલ્લા માં ખેડૂતો ની હાલત કફોડી બની છે.સમગ્ર જિલ્લા માં હાલ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ છે.સારો વરસાદ થતા ખેડૂતો એ કરેલા વાવેતર હવે આજ વરસાદ નો ભોગ બન્યા છે અને જેને લઇ સમગ્ર જિલ્લા માં ખેતી ના વાવેતર નિષ્ફળ જવા ની ભીતિ ખેડૂતો ને સતાવી રહી છે. 

પંચમહાલ જિલ્લા માં આ ચોમાસા ની સીઝન નો 134 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને હઝુ પણ સતત વરસી રહ્યો છે.સારો વરસાદ થવા ને લઇ જિલ્લા ના તમામ જળાશયો 100 ટકા ભરાઈ ચુક્યા છે.સારો વરસાદ અને જિલ્લા ના જળાશયો ભરાઈ જવા ને લઇ પંથક ના ખેડૂતો નિશ્ચિંન્ત હતા અને સારો પાક થવા ની આશા એ જિલ્લા ના ખેડૂતો એ ડાંગર,મકાઈ,ગુવાર,મરચી, મગ,બાજરી,કપાસ,સોયાબીન અને શાકભાજી જેવા પાકો કર્યા હતા અને આ પાક ની જાળવણી માટે મોંઘા ભાવ ના ખાતર અને દવાઓ નો છંટકાવ પણ કર્યો, વરસાદ સારો અને ખેતી લાયક વરસી રહ્યો હોય ખેડૂતો ને સારા પરિણામ ની આશા બંધાઈ હતી અને આ વખતે ખેતી ફાયદાકારક થશે તેવું લાગી રહ્યું હતું પરંતુ આ તમામ આશા ઓ ખેતી ના જીવનદાતા સમાન મેઘરાજા એ જ પાણી ફેરવી વાળ્યું, સતત વરસાદ,વાદળ છાયું વાતાવરણ અને નહીંવત્ત સૂર્યપ્રકાશ ને લઈ જિલ્લા ની મોટા ભાગ ના ખેત વાવેતર ને ભારે નુકશાન થયું છે.મોટાભાગ ભાગ ના વિસ્તારો માં તો તમામ પાક નિષ્ફળ પણ ગયો છે.ત્યારે જિલ્લા ના ખેડૂતો વરસાદ વિરામ લે તેવી આશ લગાવી ને બેઠા 

છે . 

બાઈટ: દિલીપસિંહ રાઠોડ , ખેડૂત  
બાઈટ .બળવતસિંહ રાઠોડ

 શરૂઆતમાં વરસાદ સારો થવાથી અમે અમારા ખેતરમાં મોઘા ભાવનું બિયારણ લાવીને વાવેતર કર્યું પણ વાવેતર કર્યા પછી વરસાદ બંધ થવાનું નામ જ ન લેતા હાલ અમારો મહામુલો પાક નિષ્ફળ ગયો છે માટે સરકારને વિનતી છે કે અમને કોઈ સહાય આપે જેથી અમને અમારા નિષ્ફળ ગયેલા પાકનું વળતર મળી શકે . 

સતત વરસાદ ને કારણે પાક નિષ્ફળ જાય તે સ્વાભાવિક છે આ જ પરિસ્થિતિ ને લીલો દુષ્કાળ કહીએ તો અતિશયોક્તિ પણ નથી કારણ કે જો ખેતી જ નહિ થાય તો પરિસ્થિતિ દુષ્કાળ જેવી જ સર્જાશે।મુશ્કેલી ઓ થી હાર ન માનનારા જગત ના તાત આમ તો વરસાદ થી પણ લડી લેવા ની તાકાત ધરાવે તો છે જ અને આવા જ કાલોલ તાલુકા ના સંઘર્ષશીલ ખેડૂતે મેઘરાજા સાથે બાથ ભીડી પોતાના 6 વીઘા ના ખેતર માં પ્રથમ ગુવાર નું વાવેતર કરી ખાતર અને દવા નો છંટકાવ કર્યો પણ સતત વરસાદ ને કારણે આ વાવેતર ધોવાઈ ગયું અને દવા ખાતર નો ખર્ચ માથે પડ્યો।એક વખત આટલું વાવેતર અને દવા ખાતર ના મળી અંદાજિત 30 હજાર નો ખર્ચ થયો અને આવું સતત 3 વખત થયું,હવે ગરીબ ખેડૂત જાય તો જાય ક્યાં આખરે હઠાગ્રહ પર ઉતરેલા મેઘરાજા સામે જગત નો તાત હારી ગયો અને ખેતી ને પડતી મૂકી ખેતર માં હવે કોઈ પણ ખેતી કરવા ની હિમ્મત કરી શકતો નથી , જીલ્લા શહેરા અને કાલોલ તાલુકામાં વધુ વરસાદને લઈને ખેડૂતોને નુકશાન થવા પામ્યું છે, કડાણા અને પાનામ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તેમજ વધુ વરસાદ ને લઈને શહેરા તાલુકાના મહીનદી કાંઠાના ગામોમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા જેને લઈને ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવા પામ્યું છે . 

બાઈટ : નટવરસિંહ રાઠોડ, ખેડૂત 

અમે અમારા ખેતરમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદ અને તાપ વિનાના વાતાવરણને લઈને હાલ તમામ પાક નિષ્ફળ ગયો છે, વરસાદ આજે પણ ચાલુ છે જેને લઈને અમારો વાવેતર કરેલો પાક ફેલ ગયો છે . 

જિલ્લા માં ખેતી ની સ્થિતિ ને લઇ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેતી ના નુકશાની નો સર્વે કરાવવા ની કામગીરી શરુ કરી દેવા માં આવી છે.ખેતીવાડી વિભાગ ના અત્યાર સુધી ના સર્વે મુજબ ખેતી ના વિવિધ પાકો ને સતત વરસાદ થી નુકશાન થયું છે.જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ હાલ સુધી ૮૦૦ હેક્ટર કરતા વધુ ખેતીલાયક જમીનમાં કરવામાં આવેલ પાકને નુકસાન થવા પામ્યું છે જે અંગે સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવા માટે પણ રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવશે તેમ જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ખરેખર ખેડૂતોને વળતર આપવામાં આવે છે કે પછી જગતનો તાત ભગવાન ભરોશે જ રહેશે તે જોવું રહ્યું . 

બાઈટ : જે ડી ચારેલ,જિલ્લા ખેતીવાડી અધિકારી , પંચમહાલ 

જીલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ૧૩૦% જેટલો વધુ વરસાદ થવાને લઈને તેમજ કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેતરોમાં પાણી ભરાવા ને લઈને ખેતીને નુકસાન થવા પામ્યું છે , હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે , હાલ ૮૦૦ હેક્ટર જેટલા વિસ્તારમાં ખેતીને નુકસાન થયેલ છે . Body:એપ્રુવ assiment Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.