ETV Bharat / state

ગોધરાની ધરમપુરી શાળાને મર્જ થવાની જાણ થતા વાલીઓનો વિરોધ

રાજ્યમાં ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને મર્જ કરી નજીકના અંતરની શાળામાં સમાવિષ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જેનો વિરોધ વાલીઓ કરી રહ્યા છે ત્યારે, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની ધરમપુરી પ્રાથમિક શાળાને મર્જ કરવાના વિરોધમાં આજરોજ વાલીઓ દ્વારા બાળકોને શાળામાંથી ઘરે લઈ જઈ અચોક્કસ મુદત માટે શિક્ષણ કાર્યથી અળગા રાખવાનો નિર્ણય કરી સુત્રોચાર કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો .

dharmapuri school will merge
ગોધરાની ધરમપુરી શાળા
author img

By

Published : Feb 7, 2020, 12:52 PM IST

પંચમહાલઃ જિલ્લાના ગોધરા તાલુકાના ધરમપુરી ગામની પ્રાથમિક શાળામાં 36 બાળકો અભ્યાસ કરે છે. આ શાળા છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોઈ આજથી અંદાજિત એક વર્ષ પહેલા ડિસમેન્ટલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધરમપુરી શાળાના ઓરડા ગમે ત્યારે પડી જાય તેવી પરિસ્થિતિમાં હોઈ શાળાની બહાર પ્રવેશ બંધીનું બોર્ડ પણ લગાવવા મા આવ્યું છે. શાળાના વર્ગ ખંડોની જર્જરિત હાલતને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને અસરના પહોંચે તે હેતુથી ધરમપુરીથી એક કિલોમીટરના અંતરે આવેલ હરકુંડી શાળામાં અભ્યાસ શરુ કરાવવામાં આવ્યો હતો.

ગોધરાની ધરમપુરી શાળાને મર્જ થવાની જાણ થતા વાલીઓનો વિરોધ

છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી ધરમપુરી શાળાના વિદ્યાર્થીઓ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે અભ્યાસ કરવા માટે હરકુંડી શાળામાં આવતા હતા. આ એક કિલોમીટરનું અંતર બાળકો ચાલીને કાપતા હતા અને તેમાં ભારે તકલીફ પડતી હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા હતા. સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા ટ્રાન્સપોર્ટેશનની પણ કોઈ વ્યવસ્થા નહિ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે અને આ અંતર કાપવામાં વિદ્યાર્થીઓને સૌથી વધુ અકસ્માતનો ડર સતાવી રહ્યો છે.

વધુમાં ચોમાસામાં બંને શાળા વચ્ચેનું એક કિલોમીટર અંતર ખૂબ જ કપરું બની જતું હોય છે. જેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આટલી તકલીફો વચ્ચે વિદ્યાર્થીઓએ 1 વર્ષ અભ્યાસ તો કર્યો જ છે. પરંતુ જે તે સમયે ધરમપુરી પ્રાથમિક શાળા ડિસમેન્ટલ કરી હરકુંડી શાળા ખાતે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા થોડા જ મહિનાઓમાં જર્જરિત શાળાને તોડી નવા ઓરડાઓનું નિર્માણ કરવામાં આવશે તેવી વાલીઓને બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે આ બંને શાળાઓને મર્જ કરવાનો જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો છે ત્યારે વાલીઓ હવે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે.

ધરમ પુરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ આજરોજ હરકુંડી શાળામા આવી પોતાના બાળકોને કલાસ રૂમની બહાર કાઢી ઘરે લઈ ગયા હતા. તે પહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ હરકુંડી શાળા બહાર જ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વાલીઓની માગણી છે કે, શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ બાંહેધરી પ્રમાણે ધરમપુરી શાળાને વહેલી તકે ડિસમેન્ટલ કરી નવા ઓરડાઓનું નિર્માણ કરી ગામમાં જ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે.

શાળા મર્જરના વિરોધ વાલીઓના ઉગ્ર વિરોધ બાબતે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે જણાવવામાં આવ્યું કે, હાલ તાત્કાલિક ધોરણે કોઈ પણ શાળા મર્જ કરવામાં આવનાર નથી. હાલ શાળાઓ મર્જ કરવા અંગે માત્ર રિપોર્ટ કરવામાં આવ્યો છે અને ધરમપુરી શાળાની વાત છે ત્યાં સુધી છેલ્લા એક વર્ષ જેટલા સમયથી આ શાળા જર્જરિત હાલતમાં હોઈ ડિસમેન્ટલ કરવા ની હોઈ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે એક કિલોમીટરના અંતરે આવેલી હરકુંડી શાળામાં 36 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે. ધરમપુરી શાળાને મર્જ કરવાની હાલ કોઈ વાત નથી. માત્ર રિપોર્ટ કરવામા આવ્યો છે અને જો માપદંડ પ્રમાણે આ બંને શાળાઓના કિલોમીટર સેટ થશે તો ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે.

ધરમપુરી શાળાના વાલીઓ એક તરફ પોતાના બાળકોને શિક્ષણથી અળગા રાખી તેમના શિક્ષણને અસર પહોંચાડી રહ્યા છે તો બીજી તરફ શિક્ષણ વિભાગ પણ સરકારી હુકમની રાહ જોઈ રહ્યું છે .બંને પક્ષોની તકરારમાં હાલ નુકસાન વિદ્યાર્થીઓને જ જઈ રહ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે, ધરમપૂરી શાળાના બાળકોના ભણતરની ચિંતા કોણ કરે છે.

Intro:રાજ્યમા ઓછી સંખ્યા ધરાવતી શાળા ઓ ને મર્જ કરી નજીક ના અંતર ની શાળા મા સમવિષ્ટ કરવા ની કામગીરી ચાલી રહી છૅ જેનો વિરોધ વાલીઓ કરી રહ્યા છૅ ત્યારે પંચમહાલ જિલ્લા ના ગોધરા તાલુકા ની ધરમપુરી પ્રાથમિક શાળા ને મર્જ કરવા ના વિરોધ માં આજરોજ વાલીઓ દ્વારા બાળકો ને શાળા માંથી ઘરે લઈ જઈ અચોક્કસ મુદત માટે શિક્ષણ કાર્ય થી અળગા રાખવા નો નિર્ણય કરી સુત્રોચાર કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો .

પંચમહાલ જિલ્લા ના ગોધરા તાલુકા ના ધરમપુરી ગામ ની પ્રાથમિક શાળા માં અંદાજિત 36 જેટલા બાળકો અભ્યાસ કરે છે.આ શાળા છેલ્લા ઘણા સમય જર્જરિત હાલત માં હોઈ આજ થી અંદાજિત એક વર્ષ પહેલાં ડિસમેન્ટલ કરવા નો નિર્ણય કરવા મા આવ્યો હતો.ધરમપુરી શાળા ના ઓરડા ગમે ત્યારે પડી જાય તેવી પરિસ્થિતિ મા હોઈ શાળા ની બહાર પ્રવેશ બંધી નું બોર્ડ પણ લગાવવા મા આવ્યું છે.શાળા ના વર્ગ ખંડો ની જર્જરિત હાલત ને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ ના અભ્યાસ ને અસર ના પહોંચે તે હેતુ ધરમપુરી થી એક કિલોમીટર ના અંતરે આવેલ હરકુંડી શાળા મા અભ્યાસ શરુ કરાવવા મા આવ્યો હતો.છેલ્લા એક વર્ષ ઉપરાંત ના સમય થી ધરમપુરી શાળા ના વિદ્યાર્થીઓ વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગ રૂપે અભ્યાસ કરવા માટે હરકુંડી શાળા મા આવતા હતા.આ એક કિલોમીટર નું અંતર બાળકો ચાલી ને કાપતા હતા.અને તેમાં ભારે તકલીફ પડતી હોવા નું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા હતા.સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા ટ્રાન્સપોર્ટેશન ની પણ કઈ વ્યવસ્થા નહિ કરવા મા આવી હોવા નો આક્ષેપ કરી રહ્યા છૅ.અને આ અંતર કાપવા મા વિદ્યાર્થીઓ ને સૌથી વધુ અકસ્માત નો ડર સતાવી રહ્યો છે.વધુ માં ચોમાસા મા બંને શાળા વચ્ચે નું એક કિલોમીટર અંતર ખૂબ જ કપરું બની જતું હોય વિદ્યાર્થીઓ ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હતો.આટલી તકલીફો વચ્ચે વિદ્યાર્થીઓ એ એક વર્ષ અભ્યાસ તો કર્યો જ છે.પરંતુ જે તે સમયે ધરમપુરી પ્રાથમિક શાળા ડિસમેન્ટલ કરી હરકુંડી શાળા ખાતે વૈકલ્પિક વ્યવસ્થા કરવા મા આવી હતી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા થોડા જ મહિનાઓ મા જર્જરિત શાળા ને તોડી નવા ઓરડાઓ નું નિર્માણ કરવા મા આવશે તેવી વાલીઓ ને બાંહેધરી આપવા મા આવી હતી.પરંતુ હવે જ્યારે આ બંને શાળાઓ ને મર્જ કરવા નો જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા રિપોર્ટ કરવા મા આવ્યો છે ત્યારે વાલીઓ હવે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છૅ.

ધરમ પુરી પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ ના વાલીઓ આજરોજ હરકુંડી શાળા મા આવી પોતાના બાળકો ને કલાસ રૂમ ની બહાર કાઢી ઘરે લઈ ગયા હતા.તે પહેલાં વાલીઓ અને વિદ્યાર્થીઓ એ હરકુંડી શાળા બહાર જ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છૅ. વાલીઓ ની માગણી છે કે શિક્ષણ વિભાગ દ્વારા આપવા મા આવેલ બાંહેધરી પ્રમાણે ધરમપુરી શાળા ને વહેલી તકે ડિસમેન્ટલ કરી નવા ઓરડાઓ નું નિર્માણ કરી ગામ મા જ વિદ્યાર્થીઓ ને શિક્ષણ પૂરું પાડવા મા આવે.

શાળા મર્જર ના વિરોધ વાલીઓ ના ઉગ્ર વિરોધ બાબતે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે જણાવવામાં આવ્યું કે હાલ તાત્કાલિક ધોરણે કોઈ પણ શાળા મર્જ કરવા મા આવનાર નથી.હાલ શાળાઓ મર્જ કરવા અંગે માત્ર રિપોર્ટ કરવા મા આવ્યો છે.અને ધરમપુરી શાળાની વાત છે ત્યાં સુધી છેલ્લા એક વર્ષ જેટલા સમય થી આ શાળા જર્જરિત હાલત મા હોઈ ડિસમેન્ટલ કરવા ની હોઈ વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગ રૂપે એક કિલોમીટર ના અંતરે આવેલી હરકુંડી શાળા મા 36 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે.ધરમપુરી શાળા ને મર્જ કરવા ની હાલ કોઈ વાત નથી.માત્ર રિપોર્ટ કરવા મા આવ્યો છે.અને જો માપદંડ પ્રમાણે આ બંને શાળાઓ ના કિલોમીટર સેટ થશે તો ટ્રાન્સપોર્ટેશન ની વ્યવસ્થા પણ કરી આપવા મા આવશે

બાઈટ : વિનુભાઈ પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી

ધરમપુરી શાળા ના વાલીઓ એક તરફ પોતાના બાળકો ને શિક્ષણ ની અળગા રાખી તેમના શિક્ષણ ને અસર પહોંચાડી રહ્યા છે તો બીજી તરફ શિક્ષણ વિભાગ પણ સરકારી હુકમ ની રાહ જોઈ રહ્યું છે બંને પક્ષો ની તકરાર મા હાલ નુકશાન વિદ્યાર્થીઓ ને જ જઈ રહ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે ધરમપૂરી શાળા ના બાળકો ના ભણતર ની ચિંતા કોણ કરે છે.Body:બાઈટ .દિલીપ રાઠોડ ગ્રામજનConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.