ETV Bharat / state

Gram Panchayat Election Gujarat 2021: પંચમહાલ જિલ્લામાં વિરણીયા ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ - ડીઝલ પમ્પનું નિશાન

સમગ્ર ગુજરાતમાં આજે રવિવારના ગ્રામ પંચાયતની ચૂંટણીનો (Gram Panchayat Election Gujarat 2021) માહોલ સર્જાયો છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ રાબેતા મુજબ મતદાન ચાલતું હતું, પરંતુ અચાનક હડફના વિરણીયા ગામમાં મતદાનની પ્રકિયાને મોકૂફ ( Postponement voting process in Virania village) રાખવામાં આવી છે. હવે ફરી 20 ડિસેમ્બરના યોજાશે 3 બૂથ પર ચૂંટણી.

Gram Panchayat Election Gujarat 2021: પંચમહાલ જિલ્લામાં વિરણીયા ખાતે ગ્રામપંચાયતની ચૂંટણી મોકૂફ

author img

By

Published : Dec 19, 2021, 3:08 PM IST

પંચમહાલ: જિલ્લામાં રાબેતા મુજબ મતદાન પ્રકિયા ચાલતી હતી. અચાનક જિલ્લાના મોરવા હડફના વિરણીયા ગામમાં મતદાન મોકૂફ (Postponement voting process in Virania village) રાખવામાં આવ્યું છે. ત્યારબાદ તાતકાલિક ધોરણે નક્કી કરવામાં આવ્યું છે કે, આવતી કાલે યોજાશે ફરી 20 ડિસેમબરના યોજાશે 3 બુથ પર (Elections will December 20 at 3 booths) ચૂંટણી.

જાણો વિરણીયા ગામમાં ચૂંટણી સથગ્તિ કરવાનું કારણ

પંચમહાલ જિલ્લાના મોરવા હડફના વિરણીયા ગામે આજે રવિવારના ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Election Gujarat 2021) યોજવામાં આવી હતી. ગામમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરવાનું ચાલું હતું તે દરમિયાન ખ્યાલ આવે છે કે, સરપંચ તરીકે જે ઉમેદવાર મેદાને ઉતર્યા છે તેમનુ તો ચિન્હ જ બદલાય ગયું છે. આ વાતની જાણ થતા તુરંતજ ચૂંટણી બંધ રાખવાની રજુઆત કરવામાં આવી હતી.

ગ્રામપંચાયતની ચૂંટણીમાં લાપરવાહી

આ ગામના સરપંચ પદ માટે નિશા જસવત ઘોડએ તેમના ગામમાં ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેમને ચૂંટણી ચિન્હ તરીકે ખેતી માટે વપરાતા ડીઝલ પમ્પનું નિશાન (Diesel pump mark) મળ્યું હતું, પરંતુ આજે યોજાયેલી ચૂંટણીમાં તેમના નિશાનની જગ્યાએ પેટ્રોલ પમ્પના નિશાન વાળું બેલેટ પેપર (Ballot paper) ગ્રામ પંચાયતમાં પહોચ્યા હતા. જેમાં મતદાન શરૂ થયાના સમયે જ ઉમેદવારને જાણ થતાં ઉમેદવાર દ્વારા ચૂંટણી રદ કરવાની માંગ કરવામાં આવી હતી.

ચિન્હ બદલવાના ચક્કરમાં તંત્ર દોડતું થઇ ગયું

ચૂંટણી અધિકાર સહિતના લાગતા વળગતા તંત્રના લોકો મતદાન મથકે પોહચીને તપાસ કરતા અંતે આજે રવિવારના યોજાનારી ચૂંટણીને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આવતી કાલે ફરી ચૂંટણી યોજાવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Gram Panchayat Election 2021: ગાંધીનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મતદાન મથકે રસીકરણની કામગીરી

આ પણ વાંચો: આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યમ પ્રોજેક્ટ શરૂ, કલોલના 11 ગામોનો સમાવેશ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.