ETV Bharat / state

ઘોઘંબા તાલુકામાં દીપડાના હુમલાનો ભોગ બનેલાને સરકારી સહાય - panchmahal collecter

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં થયેલા અલગ-અલગ બે ગામોમાં દીપડાના હુમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારજનોને રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમારના હસ્તે મરણોત્તર સહાયના વળતરનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પ્રધાન દ્વારા દીપડાને પાંજરે પુરવાની કવાયત ઝડપી બનાવવા વનવિભાગને સુચનાઓ આપવામાં આવી હતી.

ઘોઘંબા તાલુકામાં દીપડાના હુમલાનો ભોગ બનેલાને સરકારી સહાય

author img

By

Published : Dec 19, 2020, 4:00 PM IST

  • રાજ્યકક્ષાના પ્રધાન ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે
  • તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 15 દિવસથી દીપડાનો આતંક
  • દીપડાના હુમલાથી મરતા બાળકોના પરિવારને 4 લાખની સહાય

પંચમહાલઃ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં થયેલા અલગ-અલગ બે ગામોમાં દીપડાના હુમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારજનોને રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમારના હસ્તે મરણોત્તર સહાયના વળતરનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પ્રધાન દ્વારા દીપડાને પાંજરે પુરવાની કવાયત ઝડપી બનાવવા વનવિભાગને સુચનાઓ આપવામાં આવી હતી.

15 દિવસથી દીપડાનો આતંક

જિલ્લાના ઘોઘંબા પંથકમાં છેલ્લા 15 દિવસના ગાળામાં દીપડાએ અલગ અલગ ગામોમાં કરવામાં આવેલા હુમલાને પગલે બે બાળકોના તેમજ એક વાછરડીનું મોત થયુ હતું. જેને લઇને જિલ્લાનું વનવિભાગ હરકતમાં આવ્યું છે.

રાજ્યકક્ષાના પ્રધાન ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે

બીજી તરફ હજુ પણ ઘોઘંબા પંથકમાં દિપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમાર દ્વારા ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. ગોયાસુંડલ ગામે જયદ્રથસિંહ પરમારે વનવિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર સહિત આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગ્રામજનોની રજૂઆત જયદ્રથસિંહ પરમાર અને જિલ્લા કલેકટર દ્વારા સાંભળવામાં આવી હતી. આ અંગે યોગ્ય પગલાં લેવા તેમજ દીપડાને પાંજરે પૂરવા માટેનું આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

બાળકોના પરિવારને 4 લાખની સહાય

આ બેઠકમાં ગોયાસુંડલ અને કાંટાવેડા ગામે થયેલા હુમલામાં મૃત્યુ પામેલા બાળકના પરિવારજનોને 4 લાખ રુપિયાની મરણોત્તર સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. રાજ્યના કક્ષાના પ્રધાન દ્વારા વનપ્રધાનને રજૂઆત કરી હતી. ગ્રામજનોને દીપડાને પકડવા માટેના અન્ય વિકલ્પો વિશે વિચારવાનું આશ્વાશન આપવામાં આવ્યું હતું. બીજી તરફ વનવિભાગ દ્વારા પણ દીપડાને પાંજરે પૂરવા કવાયત ઝડપી બનાવવામાં આવી હતી. તો અન્ય કેટલાક વિસ્તારોને લોકેટ કરીને વધુ પાંજરા ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.