પાવાગઢ નિજ મંદિરના વિકાસ કાર્ય માટે સામાન લઈ જવા ગુડ્સ રોપ વે બનાવવામાં આવ્યો હતો. જેનું મહાકાય ફાઉન્ડેશન તૂટતા રોપ વે ધરાશયી થયો હતો. આ ઘટનાને પગલે ઓપરેટરનું કામ કરતા વર્કરને ઇજા પહોંચી હતી. માહિતી મુજબ સદનસીબે કોઈ મોટી જાન હાની થઈ ન હતી.
સુપ્રસિદ્ધ યાત્રા ધામ ખાતે આવતા ભક્તોને દર્શન માટે કોઈ અગવડ ન પડે અને સુવિધા પૂર્વક દરેકને દર્શનનો લાભ મળી રહે તે હેતુથી પાવાગઢ ખાતે યાત્રાધામ પ્રવાસન નિગમ દ્વારા નિજ મંદિરને મોટું કરી મંદિર સુધી રોપ વે દ્વારા પહોંચી શકાય અને બાકીની ખૂટતી સગવડો પુરી કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં મંદિર સુધી માલ સમાન લઈ જવા માટે અલગથી એક ગુડ્સ રોપે વે બનાવવામાં આવ્યો હતો. જેમાં મંદિરના કામ માટેનો માલ સમાન પહોંચાડવામાં આવતો હતો.
આ રોપ વે નું દશ દિવસથી સમારકામ ચાલતું હતું. જેમાં આજ રોજ ટ્રાયલ બેજ પર આજે માલ સમાનનો ઉપયોગ કરવા માટે રોપ વે ચાલુ કરાયો હતો .જેમાં ટ્રાયલ દરમિયાન જ બનાવમાં આવેલ મહાકાય ફાઉન્ડેશન તૂટી પડ્યું હતું. જેમાં એક ઓપરેટરને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ કોઇ પ્રકારની મોટી જાન હાની થઈ ન હતી.