ETV Bharat / state

ગોડાઉનને બનાવવામાં આવી સોસાયટી, મતદાર નોંધણી અધિકારીએ આપ્યા તપાસના આદેશ

author img

By

Published : Jan 4, 2020, 8:07 PM IST

પંચમહાલ: જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં ખાનગી ગોડાઉનને સોસાયટી તરીકે દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત મતદાર યાદીમાં 224 જેટલા પરપ્રાંતીય મતદારોના નામ દાખલ કરી દેવામાં આવ્યાં છે. જેથી મતદાર નોંધણી અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ETV BHARAT
ગોધરામાં ગોડાઉનને બનાવવામાં આવી સોસાયટી, મતદાર નોંધણી અધિકારીએ આપ્યા તપાસના આદેશ

ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં એક ખાનગી ગોડાઉનને મતદાર યાદીમાં અજગર પાર્ક સોસાયટીના નામે દર્શાવવામાં આવ્યું છે અને સોસાયટીમાં રહેનારા 224 જેટલા પરપ્રાંતીય મતદારોના નામ પણ મતદાર યાદીમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અહીંયા રહેનારા પરપ્રાંતીયની સંખ્યા માત્ર 15થી 20ની છે. જેથી મતદાર નોંધણી અધિકાર દ્વારા નગરપાલિકા વિસ્તારના મતદાર નોંધણી અધિકારીને 7 દિવસની અંદર સમગ્ર મુદ્દે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

Intro: : પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરામાં ભૂતિયા સોસાયટી મતદાર યાદીમાં દર્શાવી આ સોસાયટીમાં ૨૨૪ જેટલા પરપ્રાંતીય મતદારોના નામ દાખલ કરી દેવામાં આવ્યા હોવાની કરવામાં આવેલી રજુઆતના પગલે મતદાર નોધણી અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. : પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં ભૂતિયા સોસાયટી મતદારયાદીમાં દર્શાવી મતદારોના નામ દાખલ કરવામાં આવ્યા હોવાની ગોધરાના જાગૃત નાગરિક નરેશ રામનાણી દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવતા જીલ્લા કલેકટર દ્વારા આ સમગ્ર મામલે મતદાર નોધણી અધિકારીને હાલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર મામલો એ છે કે ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં મતદાર યાદીમાં એક બિલ્ડીંગ કે જ્યાં ખાનગી ગોડાઉન છે તેને અજગર પાર્ક સોસાયટી તરીકે દર્શાવવામાં આવી છે , અને આ સોસાયટી દર્શાવીને તેમાં ૨૨૪ જેટલા પરપ્રાંતીય મતદારોના નામ દાખલ કરવામાં આવ્યા છે . સવાલ એ થાય છે કે આ ભૂતિયા સોસાયટી મતદાર યાદીમાં દર્શાવવામાં કેમ આવી ? અને તે સોસાયટી દર્શાવી ૨૨૪ મતદારોના નામ મતદારયાદીમાં કેમ દાખલ કરવામાં આવ્યા ? જયારે સ્થળ પર ખાનગી ગોડાઉન આવેલ છે અને તે ગોડાઉનની માત્ર ૩ રૂમમાં હાલ પરપ્રાંતીય શ્રમિકો વસવાટ કરે છે. અહીં વસવાટ કરતા આ શ્રમિકોની સંખ્યા માત્ર ૧૫ થી ૨૦ ની જ છે ત્યારે અહીં ૨૨૪ જેટલા મતદાર ક્યાંથી લાવવામાં આવ્યા તે યક્ષ પ્રશ્ન છે . ત્યારે મતદાર નોધણી અધિકારી દ્વારા નગરપાલિકા વિસ્તારના મતદાર નોધણી અધિકારીને દિન ૭ માં આ સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. તેમજ તમામ મતદારોની સ્થળ તપાસ કરી તેમના આધાર પુરાવા મેળવીને કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રજુઆતમાં દર્શાવવામાં આવેલા મતદારો પૈકી જે મતદારોના આધાર પુરાવા નહિ મળી આવે તો તેમના નામ પણ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું .

બાઈટ : વિશાલ સક્સેના , મુખ્ય મતદાર નોધણી અધિકારી ગોધરા

ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં ભૂતિયા સોસાયટી મતદારયાદીમાં દર્શાવી ૨૨૪ મતદારોના નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં આવ્યા છે જે તમામ મતદારો પરપ્રાંતીય છે અને જેમાં મોટાભાગના મતદારો ઓરિસ્સાના હોવાનું પણ જાણવા મળે છે ત્યારે ભૂતિયા સોસાયટી દાખલ કરનાર સામે હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે ? જયારે આ મતદારોના નામ મતદાર યાદીમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે આ મતદારોના આધાર પુરાવા કેમ લેવામાં આવ્યા નહોતા કે જયારે હવે રજૂઆત બાદ હવે આ મતદારોના આધાર પુરાવા વેરીફાય કરવામાં આવવાની વાત મતદાર નોધણી અધિકારી દ્વારા કરવામાં આવી છે .

Body:Gj10003Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.