ETV Bharat / state

ગોધરાના શિક્ષકે કોવિડ કેર સેન્ટર આગળ સેવા કરી ઉજવ્યો પોતાનો જન્મદિવસ

ઇન્જેક્શન અને કોરોનાને લગતી દવાઓ અને ઓક્સિજનના કાળા બજાર કરીને તકવાદીઓ લોકોને લૂંટી રહ્યાં છે. ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતેની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં જીતેન્દ્રકુમાર ઠાકરનો જન્મદિવસ હતો. આ કોરોનાના કપરા કાળમાં જન્મદિવસની ઉજવણી પોતાના પરિવાર સાથે નહીં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની વહારે આવીને કરી હતી.

ગોધરાના શિક્ષકે કોવિડ કેર સેન્ટર આગળ સેવા કરી ઉજવ્યો પોતાનો જન્મદિવસ
ગોધરાના શિક્ષકે કોવિડ કેર સેન્ટર આગળ સેવા કરી ઉજવ્યો પોતાનો જન્મદિવસ
author img

By

Published : May 15, 2021, 8:01 PM IST

  • ગોધરામાં શિક્ષકે કરી જન્મદિવસની અનોખી ઉજવણી
  • કોવિડ કેર સેન્ટર પાસે આખો દિવસ ઊભા રહી કરી સેવા
  • કોરોના દર્દીઓને ભોજન અને પાણીની સુવિધાઓ પહોંચાડી

ગોધરાઃ કોરોનાના કપરા કાળમાં ક્યાંક તકસાધુઓ લોકોને લૂંટી રહ્યાં છે ત્યાં પંચમહાલના શિક્ષકે કંઇ જુદો દાખલો બેસાડ્યો છે. પોતાના જન્મદિવસની ઉજવણી પરિવાર સાથે નહીં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે કરનાર શિક્ષક જીતેન્દ્રકુમાર કપરાકાળમાં સેવાનો મંત્ર સાર્થક કરી રહ્યાં છે. આ સારા કાર્યમાં તેમના પત્ની શિવાંગીબેન પાઠક પણ જોડાયાં હતાં. તેઓ ગોધરા નર્સિંગ કોલેજ ખાતે ચાલતા કોવિડ કેર સેન્ટર આગળ ઉભા રહી સવારે 9 વાગ્યાથી લઈને સાંજ સુંધી 50 જેટલા પાણીના જગ અને 30 જેટલા કોવિડના દર્દીઓને ટિફિનની વ્યવસ્થા પૂરી પાડી હતી. આ સમગ્ર સેવાકાર્યમાં તેમને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો સાથ રહ્યો હતો.

આ પણ વાંચોઃ પરિવારના પાંચ સભ્યો ગુમાવ્યાં બાદ પણ કોરોના કાળમાં સેવા બજાવી રહ્યા છે 108ના આ પાયલોટ

સંસ્થાઓને પણ મળ્યો દંપતિના કાર્યનો સાથ

ગોધરા ખાતે vhp અને આરએસએસ દ્વારા આ તમામ પ્રકારની સેવા રોજ કરવામાં આવી રહી છે. તેમાં આ ઠાકર પરિવારે આજે મદદ કરી હતી.આવી બુદ્ધિ તાયફાઓ કરતા રાજકારણીઓને ભગવાન આપે તો સારું એવી કોરોનાના દર્દીઓએ લાગણી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ લીધી ગોધરા કોવિડ કેર સેન્ટરની મુલાકાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.