ETV Bharat / state

ગોધરામાં લોન અપાવવાના બહાને મહિલાઓ સાથે રૂ. 95 હજારની છેતરપીંડી

પંચમહાલ: ગોધરાના નદીસર ગામે એક ભેજાબાજ ફાયનાન્સ કંપનીમાંથી લોન અપાવવાની લાલચ આપી 19 મહિલાઓ પાસેથી રૂ.95 હજાર ખંખેરીને ફરાર થઇ ગયો હતો. આથી નદીસરની મહિલાઓએ કાંકણપુર પોલીસ મથકમાં આ ભેજાબાજ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી હતી.

પંચમહાલ, ગોધરા, નદીસર ગામ
ગોધરામાં લોન અપાવવાના બહાને મહિલાઓ સાથે રૂ. 95 હજારની છેતરપીંડી
author img

By

Published : Nov 29, 2019, 3:07 AM IST

ગોધરાના નદીસર ગામે રહેતા વીનાબેન પરમાર ખાનગી ફાયનાન્સ કંપનીઓમાંથી લોન અપાવવા માટે પોતાના ઘરે મીટીંગ રાખતા હતા. જ્યાં વીસેક દિવસ અગાઉ દાહોદના ફતેપુરાનો રાજેશભાઇ કટારા નામનો શખ્સ જીવન સાધના ફાયનાન્સ કંપનીમાંથી આવું છું અને અમારી કંપની ઓછા વ્યાજથી લોન આપે છે તેમ જણાવી સખી મંડળની એક સભ્યને ૧.૪૦ લાખની લોન અપાવવાની વાત કરી હતી, જેથી વીનાબેને પોતાના ઘરે ગામની મહિલાઓને બોલાવી મીટીંગ રાખતા મીટીંગમાં મહિલાઓ લોન લેવા તૈયાર થઇ પણ રાજેશભાઇએ લોન પાસ કરાવવા માટે વ્યક્તિ દીઠ પાંચ હજાર આપવા પડશે તેમ કહેતા 19 મહિલાઓની ગામની મહિલાઓની લોન મંજૂર કરાવવા પાંચ હજાર લેખે 95 હજાર રૂ. તથા આધારકાર્ડ સહિતના દસ્તાવેજો લીધા હતા. બીજા દિવસે નદીસરની મહિલાઓ લોનના પૈસા લેવા જીવન સાધના ફાયનાન્સ કંપનીની ઓફિસે સાંપા રોડ ગોધરા ખાતે ગઇ હતી જ્યાં તેમને ફાયનાન્સની કોઇ ઓફિસ મળી ન હતી અને ફોન પર પણ કોઇ જવાબ ન હતો. નદીસરની મહિલાઓએ કાંકણપુર પોલીસ મથકમાં આ ભેજાબાજ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી હતી.

Intro:ગોધરાના નદીસર ગામે ફાયનાન્સ ક઼પનીમાંથી લોન અપાવવાની લાલચ આપીને લોન પાસ કરાવવા પેટે પાંચ હજાર રૂ લેખે 19 મહિલાઓ પાસેથી 95 હજાર ખંખેરીને ભેજાબાજ ફરાર થઇ ગયો હતો. નદીસરની મહિલાએ કાંકણપુર પોલીસ મથકમાં ભેજાબાજ વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી. પોલીસ દ્વારા ફરિયાદના અનુસંધાને ભેજાબાજની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવી છે .

Body:ગોધરા તાલુકાના નદીસર ગામે રહેતી વિનાબેન લક્ષ્મણભાઇ પરમાર સખી મંડળ તથા અન્ય ખાનગી ફાયનાન્સ કંપનીઓમાંથી લોન અપાવવા માટે પોતાના ધરે મીટીંગો રાખતી હતી. વીસેક દિવસ અગાઉ વિનાબેનના ધરે દાહોદના ફતેપુરાનો રાજેશભાઇ જગાભાઇ કટારાએ પોતે જીવન સાધના ફાયનાન્સ કંપનીમાંથી આવું છું અને અમારી કંપની ઓછા વ્યાજથી લોન આપે છે.સખી મંડળની એક સભ્યને ૧.૪૦ લાખની લોન અપાવવાની વાત કરી હતી , જેથી વીનાબેને પોતાના ધરે ગામની મહિલાઓને એકત્ર કરી 13 નવેમ્બરના રોજ મીટીંગ રાખી હતી. મીટીંગમાં મહિલાઓ લોન લેવા તૈયાર થઇ પણ રાજેશભાઇએ જીવન સાધના ફાયનાન્સ કંપનીમાંથી લોન પાસ કરાવવા પેટે વ્યક્તિ દીઠ પાંચ હજાર આપવા પડશે તેમ કહેતા ગામની મહિલાઓ લોન લેવા તેયાર થઇ હતી. 18 નવેમ્બર 2019 ના રોજ વિનાબેનની ધરે મીટીંગમાં લોન લેવા વિનાબેન સહિત 19 મહિલાઓની લોન મંજુર કરાવવા પાંચ હજાર લેખે 95 હજાર રૂ તથા આધારકાર્ડ સહિતના દસ્તાવેજો લીધા હતા. રાજેશ કટારાએ બીજા દિવસે ગોધરાના સાંપા રોડ ઉપર આવેલ જીવન સાધના ફાયનાન્સ કંપનીની ઓફિસ પર આવીને લોન ના પૈસા લઇ જજો તેમ કહીને નીકળી ગયો હતો. બીજા દિવસે નદીસરની મહિલાઓ લોનના પૈસા લેવા જીવન સાધના ફાયનાન્સ કંપનીની ઓફિસ જવા સાંપા રોડ ગોધરા ખાતે જતાં તે સરનામે ફાયનાન્સ ની ઓફિસ હતી જ નહિ અને મહિલાઓએ રાજેશભાઇના મોબાઇલ નંબર પર સંપર્ક કરતા રાજેશ કટારાએ ફોન ઉઠાવ્યો ન હતો.

બાઈટ ૧ : વીનાબેન પરમાર , ભોગ બનનાર

નદીસરની મહિલાઓને પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં કાંકણપુર પોલીસ મથકે રાજેશ કટારા વિરુદ્ધ ઠગાઇ કરીને 95 હજાર લઇને નાસી ગયો હોવાની ફરીયાદ વિનાબેને નોધાવી હતી. પોલીસ દ્વારા વિનાબેનની ફરિયાદના આધારે ભેજાબાજ રાજેશ કટારાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી . પોલીસ દ્વારા આ ભેજાબાજએ હજુ કેટલા વ્યક્તિઓને ઠગ્યા છે તે અંગે વધુ તપાસ કરવા માટે કોર્ટમાં રજુ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

બાઈટ ૨ : એસ ડી રાઠોડ , ડી વાય એસ પી ગોધરા

===========================Conclusion:કંદર્પ પંડ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.