ETV Bharat / state

ગોધરાથી 1220 પરપ્રાંતિયોએ શ્રમિક ટ્રેન મારફતે વતન વાપસી કરી - કાનપુર

જિલ્લામાંથી 1220 પરપ્રાંતીયોને વિશેષ ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ માદરે વતન મોકલાયા છે. જેમાં ગોધરાથી કાનપુર નોનસ્ટોપ વિશેષ શ્રમિક ટ્રેન દોડાવાઈ હતી. તાલુકાઓમાંથી બસ મારફતે પરપ્રાંતીયોને ગોધરા રેલવે સ્ટેશન ખાતે પહોંચાડ્યા હતા.

પરપ્રાંતિયોને શ્રમિક ટ્રેન મારફતે વતન વાપસી કરી

author img

By

Published : May 5, 2020, 5:39 PM IST

પંચમહાલ : કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં પરપ્રાંતીયોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં ‘શ્રમિક સ્પેશિયલ ટ્રેન’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે ગઈકાલે રાત્રે પંચમહાલ જિલ્લામાંથી કુલ 1220 શ્રમિકોને ગોધરા-કાનપુર વિશેષ ટ્રેન મારફતે ઉત્તરપ્રદેશ માદરે વતન મોકલવામાં આવ્યા હતા.

આ તમામ શ્રમિકોએ સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે શિસ્તબદ્ધ રીતે માસ્ક પહેરીને કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ ટ્રેનમાં સવાર થઈને વતનની વાટ પકડી હતી. લોકડાઉનના અમલ બાદ વતન જવા ઇચ્છતા પંચમહાલ જિલ્લાના અને બહારથી આવીને શેલ્ટર હોમમાં રોકાયેલા શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેન દ્વારા પોતાના વતન ઉત્તરપ્રદેશ જવાની વ્યવસ્થા થતા તેઓ ખુશખુશાલ જોવા મળ્યાં હતા.

પરપ્રાંતિયોને શ્રમિક ટ્રેન મારફતે વતન વાપસી કરી

આ સમગ્ર વ્યવસ્થાને દોરવણી આપનાર પંચમહાલ કલેક્ટર અમિત અરોરાએ આ બાબતે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન પોતાના વતન ઉત્તર પ્રદેશ જવા માંગતા 1220 જેટલા શ્રમિકોને એક વિશેષ શ્રમિક ટ્રેન મારફતે કાનપુર પહોંચાડવામાં આવ્યા છે. આ તકે તમામનું થર્મલ સ્કેનર ગનથી બોડી ટેમ્પરેચર લઈ, કોરોનાના લક્ષણો અંગે તપાસ કરી તંત્ર દ્વારા મેડિકલ સર્ટી આપવામાં આવ્યા હતા.

કાનપુરથી પરપ્રાંતીયોને પોત-પોતાના જિલ્લામાં પહોંચાડવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે વધુમાં કલેક્ટરે ઉમેર્યું હતું કે જિલ્લામાંથી પોતાના વતન પાછા ફરવા માંગતા પરપ્રાંતીયો હેલ્પલાઈન 1077 પર સંપર્ક કરી નોંધણી કરાવી શકે છે. હજુ પણ જો પરપ્રાંતીયો બાકી રહી ગયા હશે અને જો તેમની સંખ્યા મોટી હશે તો તેમને વિશેષ ટ્રેન મારફતે અથવા વડોદરા જેવા નજીકના જિલ્લા સાથે સંકલન કરીને વતન પરત મોકલવામાં આવશે.

સમગ્ર સુરક્ષાને લઈને પોલિસ વડા ડો.લીના પાટીલે જણાવ્યું હતું કે, પરપ્રાંતીયોને તાલુકાઓથી ગોધરા પહોંચાડવાની પ્રક્રિયા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. જિલ્લાના જુદા-જુદા તાલુકામાંથી બસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે રીતે બસમાં બેસાડી આ પરપ્રાંતીયોને ગોધરા લાવવામાં આવ્યા હતા. આ સાથે જિલ્લાના શેલ્ટર હોમમાં રોકાયેલા 92 જણાને પણ ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ રવાના કરાયા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ સંક્રમણનો કોઈ ભય ઉભો ન થાય તે માટે જિલ્લા પોલિસ અને આરપીએફનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.