ETV Bharat / state

પંચમહાલમાં ગેરકાયદેસર રીતે રેતીખનન કરનારાઓ પર તંત્રનો સપાટો

પંચમહાલઃ નદીઓમાં ખનિજચોરીની વ્યાપક બૂમો ઉઠવા પામી છે. શહેરા તાલુકામાંથી પસાર થતી કુણ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરનારાઓ પર શહેરા મામલતદાર અને ખાણખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. રેતી ભરેલા 4 ટ્રેકટર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

author img

By

Published : Apr 30, 2019, 11:03 AM IST

Panchmahal

પંચમહાલ જિલ્લામાં આવેલી નદીઓ જાણે ખનીજચોરો સ્વર્ગ સમાન બની હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લાની પાનમ, ગોમા, તેમજ કુણ જેવી નદીઓમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરીની વ્યાપક બૂમો ઉઠતી રહે છે. ત્યારે શહેરા તાલુકાના ડેમલી ગામ પાસેથી પસાર થતી કુણ નદીના પટમાંથી વ્યાપક રીતે મોટાપાયે રેતીનું ગેરકાયદેસર ખનન થતું હોય છે. સરકારને રોયલ્ટી ભર્યાવગર જ લાખો કરોડોનો ચુનો ચોપડતા હોય છે.

શહેરા મામલતદાર અને ખાણખનીજ વિભાગ દ્વારા બાતમીના આધારે શહેરાના ડેમલી ગામે પસાર થતી કુણ નદીમાં ચાલતા ગેરકાયદેસર રેત ખનન ઉપર સંયુક્ત દરોડા પાડવામાં આવતા રેતીચોરોમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં નદીના પટમાં રેતી ભરતા 4 ટ્રેકટરને પકડી પાડવામાં આવ્યા અને અન્ય 5 ટ્રેકટર ચાલકો ફરાર થવામાં સફળ થયા હતા.

પકડાયેલા રેતી ભરેલા ટ્રેકટરોને શહેરા મામલતદાર કચેરી ખાતે લાવામાં આવ્યા અને રેતી ભરેલા ટ્રેકટર સહિત 20 લાખ રૂપિયાનો અંદાજીત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મામલતદાર અને ખાણખનીજ વિભાગની રેડના પગલે રેતીચોરી કરનારા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

જપ્ત કરવામાં આવેલા ટ્રેકટર

R_GJ_PML_RETKHANAN_7202743 પંચમહાલમાં ગેરકાયદેસર રીતે રેતીખનન કરનારાઓ પર તંત્રનો સપાટો પંચમહાલ, પંચમહાલ જીલ્લામાં આવેલી નદીઓમાં ખનિજચોરીની વ્યાપક બુમો ઉઠવા પામી છે.ત્યારે શહેરા તાલુકા માથી પસાર થતી કુણ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીચોરી કરનારાઓ પર શહેરા મામલતદાર અને ખાણખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવતા ભારે નાસભાગ મચી જવા પામી હતી.અને રેતી ભરેલા ચાર ટ્રેકટર પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી હતી. પંચમહાલ જીલ્લામાં આવેલી નદીઓ જાણે ખનીજચોરો સ્વર્ગ સમાન બની હોય તેમ લાગી રહ્યુ છે.જીલ્લાની પાનમ,ગોમા,તેમજ કુણ જેવી નદીઓમાંથી ગેરકાયદેસર રીતે રેતી ચોરીની વ્યાપક બુમો ઉઠતી રહે છે.ત્યારે શહેરા તાલુકાના ડેમલી ગામ પાસે થી પસાર થતી કુણ નદીના પટમાથી વ્યાપક રીતે મોટાપાયે રેતીનુ ગેરકાયદેસર ખનન થતુ હોય છે,અને સરકારને રોયલ્ટી ભર્યાવગર જ લાખો કરોડોનો ચુનો ચોપડતા હોય છે.શહેરા મામલતદાર અને ખાણખનીજ વિભાગ દ્રારા બાતમીના આધારે શહેરાના ડેમલી ગામે પસાર થતી કુણ નદીમાં ચાલતા ગેરકાયદેસર રેત ખનન ઉપર સંયૂકત દરોડા પાડવામાં આવતા રેતીચોરોમાં નાસભાગ મચી જવા પામી હતી.જેમા નદીના પટમા રેતી ભરતા ચાર ટ્રેકટરને પકડી પાડવામાં આવ્યા હતા.અને અન્ય પાંચ ટ્રેકટરચાલકો ફરાર થવામાં સફળ થયા હતા. પકડાયેલા રેતી ભરેલા ટ્રેકટરોને શહેરા મામલતદાર કચેરી ખાતે લાવામાં આવ્યા હતા.અને ટ્રેકટર રેતી સહિત ૨૦ લાખ રુપીયાનો અંદાજીત મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી હતી.મામલતદાર અને ખાણખનીજ વિભાગની રેડના પગલે રેતીચોરી કરનારા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.