હાલોલ નગરના પાવાગઢ રોડ ખાતે નગરની મધ્યમાં આવેલ તળાવમાં એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવાન અગમ્ય કારણોસર તળાવમાં કૂદતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. રહીશ દ્વારા હાલોલ ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરની ટીમના તરવૈયા જવાન સાધુભાઈએ ડૂબતા યુવકને હેમખેમ બહાર કાઢ્યો હતો.યુવકનો જીવ બચી જતા હાલોલ ફાયર ફાઈટરની ટીમની કામગીરીને લોકોએ બિરદાવી હતી.
જો ફાયર ટીમને પહોંચવામાં થોડીક પણ વાર લાગી હોત તો યુવાન તળાવના પાણીમાં પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો હોત.