ETV Bharat / state

હાલોલ ફાયરફાયટરની સમયસૂચકતાથી યુવકનો જીવ બચ્યો

પંચમહાલ : હાલોલ નગરના મધ્યમાં આવેલા તળાવમા એક યુવક કુદીને અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાલોલ ફાયર ફાઈટરની ટીમની સમય સૂચકતાને કારણે તળાવમાંથી યુવકનું રેસક્યુ કરતા આબાદ બચાવ થયો હતો.

author img

By

Published : Jul 12, 2019, 6:45 AM IST

હાલોલ ફાયરફાયટરની સમયસૂચકતાથી યુવકનો જીવ બચ્યો

હાલોલ નગરના પાવાગઢ રોડ ખાતે નગરની મધ્યમાં આવેલ તળાવમાં એક યુવકે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવાન અગમ્ય કારણોસર તળાવમાં કૂદતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. રહીશ દ્વારા હાલોલ ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરની ટીમના તરવૈયા જવાન સાધુભાઈએ ડૂબતા યુવકને હેમખેમ બહાર કાઢ્યો હતો.યુવકનો જીવ બચી જતા હાલોલ ફાયર ફાઈટરની ટીમની કામગીરીને લોકોએ બિરદાવી હતી.

હાલોલ ફાયરફાયટરની સમયસૂચકતાથી  યુવકનો જીવ બચ્યો
હાલોલ ફાયરફાયટરની સમયસૂચકતાથી યુવકનો જીવ બચ્યો

જો ફાયર ટીમને પહોંચવામાં થોડીક પણ વાર લાગી હોત તો યુવાન તળાવના પાણીમાં પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો હોત.

Intro:ઉમરગામ :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની તાલુકા પંચાયત ખાતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચોને પેસા એક્ટ The Provisions of the Panchayats [Extension to Scheduled Areas] Act, 1996) ની તાલીમ અને માર્ગદર્શન આપવા બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.Body:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત  પેસા ગ્રામસભા ઓરીએન્ટેશન હેઠળ પેસા એકટની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના સભાખંડમાં આ તાલીમ શિબિરમાં જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચોને પેસા એક્ટ અંગે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બે દિવસની તાલીમ શિબિરમાં ગુરુવારે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા અધિકારી એચ. જે. પરમારે જાણકારી આપતા કહ્યું કે પંચાયત અધિનિયમ 1993ની જુદી જુદી જોગવાઈઓ મુજબ તાલુકા, જિલ્લા અને ગ્રામ પંચાયતની ત્રિસ્તરીય રચના કરવામાં આવી છે. જેમાં ગ્રામ પંચાયત પાયાની રચના છે. 

હાલમાં પંચાયત એક્ટમાં ઘણા સુધારા વધારા કરવામાં આવ્યા છે. જે અંતર્ગત જે ગ્રામ પંચાયતની 3 હજારની વસ્તી હોય તેના 8 સભ્યો, 25 હજારની વસ્તી હોય તો 24 સભ્યો,  તાલુકા પંચાયત માટે 16 સભ્યો અને જિલ્લા પંચાયતમાં 18 સભ્યોની જોગવાઈ છે. જેમાં હાલમાં વસ્તી આધારે કેટલાક ફેરફાર થયા છે. તો, ગુજરાત અધિનિયમ મુજબ વિવિધ સમિતિઓની બેઠકમાં પણ અઢી-અઢી વર્ષ મર્યાદા નક્કી કરવામાં આવી છે. એ અંગે મહત્વની તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું.

પેસા એક્ટ મુજબ આદિવાસી વિસ્તાર માટે ચોક્કસ જોગવાઈ નક્કી કરવામાં આવી છે. જેમાં ગુજરાતની 33 જિલ્લા પંચાયતમાંથી 13 જિલ્લા પંચાયત, 250 તાલુકા પંચાયતમાંથી 50 તાલુકા પંચાયત અને 2600 ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. જેમાં થયેલા સુધારા વધારાની જાણકારી જે તે જિલ્લા-તાલુકા પંચાયતના સભ્ય ને ગ્રામ પંચાયતના સરપંચને મળી રહે તે આ તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ છે. જે માટે 11 અને 12 જુલાઈના તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

Conclusion:ઉમરગામ ખાતે આયોજિત રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પેસા ગ્રામ સભા ઓરિએન્ટેશન હેઠળ પેસા કાયદાની તાલીમ આપતા કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન પટેલ, ઉપપ્રમુખ નરેશભાઈ પરમાર સહીત તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો અને ગ્રામ પંચાયતના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.