શિક્ષા ક્ષમા અને કલાનો સમન્વય એટલે શિક્ષક અને આ શિક્ષક જેને સમાજ નો ઘડનાર કહેવાય છે. સાંપ્રત સમયમાં હવે શિક્ષકની શાખ ઓછી થઈ ગઈ છે. ગોધરાની ઇકબાલ સ્કૂલમાં જ્યાં શિક્ષક પર એક વાલી અને તેના ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણતા હતા, ત્યારે ઓચિંતા ધસી આવેલ ટોળા દ્વારા શિક્ષકને જેમ ફાવે તેમ મારામારી કરતા સ્કૂલના સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા છે.
ગોધરામાં શાળામાં શિક્ષકને વાલી અને અન્ય શખ્સોએ માર માર્યો - Godhra
ગોધરા: જિલ્લાના પોલન બઝાર વિસ્તારમાં આવેલી ઇકબાલ સ્કુલના શિક્ષકને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલી દ્વારા માર મારવાની ઘટના બની છે. વાલી દ્વારા શિક્ષકને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવતા શિક્ષકને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જયારે આ મારામારીની ઘટનામાં શાળાના એક વિદ્યાર્થીને પણ ઈજાઓ પહોંચતા તેને પણ હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જયારે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ઉશ્કેરાયેલા વાલીએ શિક્ષકને માર મારતા સમગ્ર મામલે બંને પક્ષો દ્વારા હાલ ગોધરા B ડિવિઝન પોલીસ મથેક ફરિયાદ નોધવામાં આવી છે.
dahod
શિક્ષા ક્ષમા અને કલાનો સમન્વય એટલે શિક્ષક અને આ શિક્ષક જેને સમાજ નો ઘડનાર કહેવાય છે. સાંપ્રત સમયમાં હવે શિક્ષકની શાખ ઓછી થઈ ગઈ છે. ગોધરાની ઇકબાલ સ્કૂલમાં જ્યાં શિક્ષક પર એક વાલી અને તેના ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણતા હતા, ત્યારે ઓચિંતા ધસી આવેલ ટોળા દ્વારા શિક્ષકને જેમ ફાવે તેમ મારામારી કરતા સ્કૂલના સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા છે.
Intro:ગોધરાના પોલન બઝાર વિસ્તારમાં આવેલી ઇકબાલ સ્કુલના શિક્ષકને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલી દ્વારા માર મારવાની ઘટના બનવા પામી છે, વાલી દ્વારા શિક્ષકને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવતા શિક્ષકને હાલ ગોધરા સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે જયારે આ મારામારીની ઘટનામાં શાળાના એક વિદ્યાર્થીને પણ ઈજાઓ પહોંચતા તેને પણ હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જયારે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ઉશ્કેરાયેલા વાલીએ શિક્ષકને માર મારતા સમગ્ર મામલે બંને પક્ષો દ્વારા હાલ ગોધરા બી ડીવીઝન પોલીસ મથેક ફરિયાદ નોધવામાં આવી છે .Body:શિક્ષા ક્ષમા અને કલાનો સમન્વય એટલે શિક્ષક અને આ શિક્ષક જેને સમાજ નો ઘડનાર કહેવાય છે છતાં સાંપ્રત સમય માં હવે શિક્ષક ની શાખ ઓછી થઈ ગઈ છે એવું દેખાઈ રહ્યું છે અને વારંવાર ગુરુ ને સમાજ ના નકારાત્મક તત્વો દ્વારા હુમલા નો ભોગ બનવું પડે છે. અને આવો જ બનાવ બનવા પામ્યો છે ગોધરા ની ઇકબાલ સ્કૂલ માં જ્યાં શિક્ષક પર એક વાલી અને તેના ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો કરવા માં આવ્યો અને એ પણ જ્યારે સ્કૂલ માં વિદ્યાર્થીઓ ભણતા હતા. ઓચિંતા ધસી આવેલ ટોળા દ્વારા શિક્ષક ને જેમ ફાવે તેમ મારામારી કરતા સ્કૂલ ના સીસીટીવી માં દ્રશ્યો આબાદ ઝડપાઇ ગયા, હવે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને ગુરુજી ને વાલી એ પહોંચાડી દીધા હોસ્પિટલમાં, સમગ્ર મામલા માં હકીકત એવી જાણવા મળેલ છે કે ગોધરા માં આવેલ ઇકબાલ સ્કૂલ માં હંગામી શિક્ષક તરીકે તૈસિફ મામજી નામના એક શિક્ષક ફરજ બજાવી રહ્યા હતા અને જ્યારે શાળા માં શિક્ષણકાર્ય ચાલુ હતું એ દરમિયાન હનીફ હસન અને સુલેમાન મખમલ નામના શખ્સો એ અચાનક આવી ને શાળા માં ભણાવી રહેલ તૈસિફ મામજી નામના શિક્ષક ને ઢોરમાર મારવા લાગ્યા હતા અચાનક બનેલ આ મારામારી ના પગલે શાળા ના વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતા જોકે અન્ય શિક્ષકો ની દરમિયાન ગિરી થી શિક્ષક ને બચાવી લેવાયો હતો પરંતુ વધુ પડતા માર થી બેભાન થઈ ગયેલ શિક્ષક ને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા હતા જ્યાં તેઓ ની સારવાર ચાલુ છે.
બાઈટ ૧ : સફ્વાન, શિક્ષક પર માર મારવાનો આક્ષેપ કરનાર વિદ્યાર્થી
પરીક્ષામાં મારા બાજુ વાડા એ મારી પેન લઇ લીધી હતી તો પેપરમાં મારો જવાબ અધુરો હતો અને સાહેબે મારું પેપર માંગ્યું મેં કીધું પેપરમાં જવાબ લખવાનો બાકી છે તો સાહેબે મારું પેપર લઇ લીધું અને મને કલાસની બહાર કાઢીને માર માર્યો .
આ મામલે શાળા ના આચાર્ય દ્વારા બી.ડિવિઝન પોલીસ મથકે શિક્ષકને સાથે મારામારી કરનાર 2 શખ્સો સામે ફરિયાદ નોંધવા માં આવી છે ,જ્યારે શાળા ના સીસીટીવી માં સમગ્ર મારામારી કેદ થઈ ગઈ હતી, આ મામલે મારનાર શખ્સો નો શિક્ષક પર પોતાના બાળક જેનું નામ સેફવાન છે અને ઇકબાલ સ્કૂલ માં અભ્યાસ કરે છે તેને આ શિક્ષકે માર માર્યો હોવા નો આક્ષેપ છે, આ મામલે પોલિસ દ્વારા ફરિયાદ નોંધી સમગ્ર કિસ્સા માં સીસીટીવી ના વિઝ્યુઅલ કબજે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવા માં આવી છે.
બાઈટ 2 : ઇદ્રીશ બડંગા , આચાર્ય , ઇકબાલ સ્કુલ
અમારી શાળામાં માસ વાર પુરક પરીક્ષા લેવામાં આવે છે તે મુજબ હાલમાં પુરક પરીક્ષા ચાલી રહી હતી ત્યારે ધોરણ ૮ ડ ના વર્ગમાં અમારા શિક્ષક પરીક્ષા લઇ રહ્યા હતા તે દરમિયાન પરીક્ષાના સમય બાદ પણ આ સફ્વાન નામનો વિદ્યાર્થી પેપર લખતો હતો જેની પાસે શિક્ષક દ્વારા પેપરની માંગણી કરતા તે વિદ્યાર્થીએ પેપર ન આપતા શિક્ષક દ્વારા તે વિદ્યાર્થીનું પેપર લઈને તેને બાવળાથી પકડી મારી ઓફિસમાં લાવવામાં આવ્યો હતો ત્યારે આ વિદ્યાર્થીની અગાઉ પણ ફરિયાદો આવતી હોય મેં તેને આવતીકાલે તેના વાળી સાથે આવવા માટે જણાવ્યું હતું દરમિયાન ગઈકાલે તે વિદ્યાર્થીના વાલી અચાનક શાળામાં આવી ગયા હતા અને અમારા શિક્ષકને ઢોર માર માર્યો હતો .
બાઈટ 3: આર આઈ દેસાઈ , ડી વાય એસ પી ગોધરા
ગોધરાની ઇકબાલ સ્કુલમાં શિક્ષકને વિદ્યાર્થીના વાલી દ્વારા માર મારવાની ઘટના બનવા પામી છે જેમાં શિક્ષક અને એક વિદ્યાર્થીને ઈજા થવા પામી છે જે બંને ને હાલ સારવાર આપવામાં આવી રહી છે અને બંને પક્ષે ફરિયાદ લઇ સીસીટીવી ના આધરે તપાસ કરવામાં આવી રહી છે .
ત્યારે અહીં સવાલ એ થાય છે કે ગુરુ ને પૂજનીય ગણવા ની જે પ્રથા હતી એ કેટલાક અસામાજિક સ્વભાવ ના વાલીઓ માં જોવા નથી મળતી અને કદાચ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ ને સજા કરાતી હોય તો તેના માટે ફરિયાદ કરવી જોઈતી હતી પરંતુ શાળા કાર્ય ચાલુ હોય અને શિક્ષક પર હુમલો કરી વાલી કરી રીતે પોતાના બાળક નું ભવિષ્ય બનાવી શકે એ પ્રશ્ન અહીં ઉભો થાય છે. .
કંદર્પ પંડ્યા પંચમહાલ
ગોધરાConclusion: