ગોધરા પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના દેલોચ ( Tufan Car Accident Panchmahal ) ગામેથી પંચમહાલ જિલ્લામાં ભાઈબીજનો તહેવાર શોકની કાલીમામાં ઘેરાયો હતો. મોરવા હડફના દેલોચમાં અકસ્માતની ઘટનામાં ( Accidents in Panchmahal ) ભાઈબીજના દિવસે બે મામા અને ભાણીયાનું મોત નીપજ્યું છે. કાર ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા તુફાન કાર 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી હતી. ગાડીમાં (Fatal Car Accident on Highway) બેઠેલા મામા અને ભાણીયા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. આ અંગેની જાણ થતા પોલીસ ટીમ ( Panchmahal police ) તથા સ્થાનિકો બચાવ કામગીરી માટે દોડી ગયાં હતાં.
ઊંડા કૂવામાં કાર ખાબકતાં મામાભાણીયાના મોત ભાઈબીજના દિવસે બનેલી અકસ્માતની ઘટનામાં ( Accidents in Panchmahal )માં મોડીરાત સુધી બચાવ કામગીરી કરવામાં આવી હતી. આ ઘટનામાં બે પિતરાઈ ભાઈ સહિત એક ભાણિયાનું મૃત્યુ ( Fatal Car Accident on Highway) થતા ભાઈબીજ માતમમાં ફેરવાઈ ગઈ હતી. દાહોદ જિલ્લાના લીમડી ગામે રહેતા ખોખર અલ્કેશ કુનાભાઈ અને ખોખર સુનીલ દિલીપભાઈ દેલોચ ગામે રહેતી બહેનને ત્યાં ભાઈબીજ કરવા માટે આવ્યા હતાં. આખો દિવસ બહેન સાથે રહ્યા બાદ જ્યારે તેઓ તુફાન ગાડીમાં પરત નીકળ્યા ત્યારે આ ઘટના બની ( Tufan Car Accident Panchmahal ) હતી.
કૂવાનું પાણી ઉલેચાયું પછી ગાડી નીકળી કૂવામાં ગાડી ખાબકી પડવાના અકસ્માતને કારણે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં. સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરી હતી. પાણી વધારે હોવાથી અહીં કૂવાનું પાણી પહેલાં ઉલેચીને ખાલી કરવામાં આવ્યું ત્યાર બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. મોડી રાત્રે કાર કૂવામાં ખાબકી ( Tufan Car Accident Panchmahal ) હતી ત્યારે કૂવામાં પાણી ભર્યું હોવાને કારણે તાત્કાલિક બચાવ માટે કોઈ કામગીરી થઈ શકી ન હતી.