ETV Bharat / state

Fake Vigilance: હવે નકલી વિજિલિન્સની ટીમ ઝડપાઈ, વિજિલિન્સના નામે તોડ કરતા 4 ઝડપાયા - પંચમહાલ પોલીસ

પંચમહાલ જિલ્લામાં નકલી વિજિલિન્સની ટીમના અધિકારીઓ બનીને રૌફ જમાવતા અને તોડ કરતા 4 શખ્સોની પોલીસે ઝડપી પાડ્યાં છે. આ શખ્સો મોરવા હડફમાં એક મહિલાને ત્યાં નકલી વિજિલિન્સના અધિકારીઓ બતાવીને તોડ કરવા ગયાં હતા અને મહિલાને ધમકાવીને તેની પાસેથી તોડ કરીને ફરાર થતાં હતા ત્યારે તેઓ ઝડપાઈ ગયાં હતાં, જાણો શું હતો સમગ્ર મામલો..

કલી વિજિલિન્સની ટીમ ઝડપાઈ
કલી વિજિલિન્સની ટીમ ઝડપાઈ
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 8:31 AM IST

પંચમહાલ: રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી નકલીની બોલબાલા ચાલી રહી છે. નકલી પીએમઓ અધિકારી બાદ, નકલી સીએમઓ અધિકારી, નકલી સરકારી કચેરી, નકલી ટોલ નાકુ, નકલી ધારાસભ્ય, નકલી પીએસઆઈ સહિત જાણે કે નકલીની હોડ લાગી છે, જેમાં હવે નકલી વિજીલન્સ ટીમનો પણ સમાવેશ થયો છે. પંચમહાલના સંતરોડની મહિલાના ઘરે દંડા પછાડી દારૂની રેડ કરવા પહોંચેલા ચાર નકલી વિજીલન્સ જવાનોએ મહિલાના દાગીના ગીરવે મુકાવી ૪૦ હજાર પડાવી લીધા હતા. જોકે ચારેય ગઠીયા ભાગી છૂટે તે પહેલાં જ સાલીયા આઉટ પોસ્ટની અસલી પોલીસે તેમને ઝડપી પાડ્યાં હતા અને તેમની વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિજિલિન્સના નામે તોડ કરતા 4 ઝડપાયા
વિજિલિન્સના નામે તોડ કરતા 4 ઝડપાયા

વિજિલિન્સના નામે તોડ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સંતરોડ ટેકરી ફળિયામાં રહેતા અરવિંદાબેન અર્જુનભાઇ પટેલ પોતાના ઘરઆંગણે દુકાન ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે બપોરે એક સફેદ રંગની કારમાં ધસી આવેલા ચાર યુવાનોએ દંડા પછાડી તમે દારૂનો ધંધો કરો છો, અમે ગાંધીનગર વિજીલન્સમાંથી આવીએ છીએ, તપાસ કરવાની છે તેમ જણાવી તેમના ઘર અને દુકાનમાં જડતી શરૂ કરી હતી. જડતી દરમિયાન તેમના હાથમાં કંઇ નહીં લાગતા પોતાની કારમાં રાખેલા વિમલના થેલામાં ભરેલી દારૂની બોટલો લઈ આવી મહિલાને જણાવ્યું હતુંકે, આ દારૂ તારા ઘરમાંથી મળ્યો છે. મહિલાએ કરગરતા કહ્યું હતું કે, ભુતકાળમાં અમે દારૂનો ધંધો કરતા હતા પરંતુ પોલીસે પાડેલા દરોડામાં મારા પતિ અર્જુનભાઇ પટેલની ધરપકડ કર્યા બાદ અમે દારૂનો ધંધો છોડી દીધો છે, તેમ છતાં આ ચારેય શખ્સોએ દારૂનો કેસ કરવો પડશે અને કોઈપણ જગ્યાએ દારૂનો મોટો જથ્થો પકડાશે ત્યારે તારા પતિ અર્જુનને વોન્ટેડ જાહેર કરીશું. તેમ જણાવી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી.

મહિલા પાસેથી કર્યો 40 હજારનો તોડ: જોકે, મહિલાએ કહ્યું હતુંકે, મારી પાસે પૈસા નથી, પરંતુ મારા દાગીના ગીરવે મુકી હું તમને પૈસા આપું. આવું કશું કરશો નહીં. મહિલા એકલી ઘરમાં હોવા છતાં આ ટોળકીએ દાદાગીરી કરી ઘરઆંગણે ખુશી ઢાળી અડીંગો જમાવ્યો હતો. મહિલા પોતાની સોનાની ચેઇન લઇ સાલીયા બજારમાં સોનીના ત્યાં ગીરવે મુકવા ગઇ હતી, જેના ઉપર તેને ૪૦,૦૦૦ મળ્યા હતા. આ નાણાં લઈ તે આ ચારેય શખ્સો પાસે આવી તેમને પૈસા આપ્યા હતા.

કેવી રીતે ફૂટ્યો ભાંડો: આ સમયગાળા દરમિયાન અરવિંદાબેનના જેઠ રાજુ રામસિંહભાઈ પટેલ આવી જતાં તેમણે પૈસા માગનાર અને પોતાને વિજીલન્સનો સ્ટાફ ગણાવનાર ચારેય શખ્સો પાસે ઓળખકાર્ડની માંગણી કરી હતી. જેથી ચારેય એકદમ રોષે ભરાયા હતા. તું અમારું ઓળખકાર્ડ માંગનાર કોણ તેમ કહી વિવાદ પર ઉતર્યા હતા. મામલો વણસતા સાલીયા પોલીસને બનાવની જાણ થઇ હતી અને ચારેય શખ્સોને સાલીયા આઉટ પોસ્ટ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ચારેય નકલી વિજીલન્સ સ્ટાફ હોવાનો પર્દાફાશ થયો હતો.

કોણ છે તોડબાજ આરોપી: પોલીસે અરવિંદાબેનની ફરિયાદના આધારે ગૌરાંગ શાંતિલાલ વાજા (રહે. આશાપુરા સોસાયટી, ઘોડાસર પોલીસ ચોકી પાસે, મણીનગર, અમદાવાદ), અક્ષય પ્રવીણભાઈ પટેલ (રહે. સુર્યકિરણ કોમ્પ્લેક્ષ, બચુરામ આશ્રમની બાજુમાં ઘોડાસર, અમદાવાદ), જીતુભાઇ રમણભાઇ ઓડ (રહે. આતરસુંબા, ઓડવાસ, તા. કપડવંજ) અને મનુભાઈ રયજીભાઇ રાવળ (રહે. ધોળાકુવા, ઠાકોરવાસ, ગાંધીનગર) સામે ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.
પંચમહાલ SOGએ કાલોલના એક ગામમાંથી ઝડપ્યા ગાંજાના છોડ

Panchmahal News : ગોધરા કોર્ટે લાંચના કેસમાં સમાજ કલ્યાણ અધિકારીને સજા ફટકારી, લાંચિયા અધિકારીઓમાં ફફડાટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.