પંચમહાલ જિલ્લામાં મકરસંક્રાંતિના દિવસે તેમજ 15મી જાન્યુઆરીના રોજ જિલ્લામાં અકસ્માતોના બનાવોની સંખ્યામાં 29% જેટલો વધારો નોંધાતો હોય છે, તેમજ પક્ષીઓના પણ અકસ્માતોની સંખ્યામાં 30% જેટલો વધારો સામાન્ય દિવસો કરતા વધુ થતો હોય છે, ત્યારે 108 વિભાગ દ્વારા આ વખતે જિલ્લામાં 8 વધારાની મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી વાન વધારાની મુકવામાં આવી છે.
વર્ષ 2018મા મકરસક્રાંતિના દિવસે 26%નો માનવ અકસ્માતમાં વધારો થયો હતો , તેમજ વર્ષ 2019માં 16%નો વધારો નોધાયો હતો, સામાન્ય દિવસો કરતા મકરસક્રાંતિના દિવસે અકસ્માતોની સંખ્યામાં થતા વધારાને પહોંચી શકાય તે હેતુથી વધારાની એમ્બ્યુલન્સ તેમજ કરુણા અભિયાનના ભાગરૂપે વધારાની 8 જેટલી મેડીકલ વાનની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.