પંચમહાલ: જિલ્લામાં ગઈકાલે મોદી રાત્રે અતિભારે વરસાદ આવ્યો હતો. જેનાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, વૃક્ષો ધરાશાયી થયા, નાળા કોઝવે તૂટ્યા(Canal causeway broke) અહેવાલ મળી રહ્યા છે. વરસાદના પગલે જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના દામાવાવ(Damawav of Ghoghamba taluka) પાસે આવેલા દેવલીકુવાપાસેથી ગોમાં નદી(Goman river from Devalikuva) પસાર થાય છે. બે ગામ વચ્ચે નદી પસાર થાય છે. જેમાં આ બાજુ દેવગઢ બારીયાથી આવતા ગામના લોકોનો જો દેવલીકુવાની પેલે પાર જવું હોય તો તેના માટે દેલવીકુવા પાસે બનેલા કોઝવે પરથી પેલે પાર આવેલા ગામોમાં જવા હાલાકી સર્જાઈ હતી.

આ પણ વાંચો: Rain in Jamnagar : જામનગરમાં વરસાદથી મકાન અને વૃક્ષો ધરાશાયી, 1નું મોત
દેવગઢ બારીયાથી આવતા ગામના લોકો સંપર્ક વિહોણા થયા - વરસાદના પગલે(Heavy Rain in Panchmahal) જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના દામાવાવ પાસે આવેલા દેવલીકુવા પાસેથી ગોમાં નદી પસાર થાય છે. બે ગામ વચ્ચે નદી પસાર થાય છે. જેમાં આ બાજુ દેવગઢ બારીયાથી આવતા ગામના લોકોનો જો દેવલીકુવાની પેલે પાર જવું હોય તો તેના માટે દેલવીકુવા પાસે બનેલા કોઝવે પરથી પેલે પાર આવેલા ઓટાલા ,પાદેડી ,વાવકુંડલી, સાજોર, કાંટુ , જાવકુવા તેમજ બીજા અન્ય ગામોમાં અવર જવર માટે સીધો રસ્તો હતો, પરંતુ ગત મોડી રાત્રે પડેલા વરસાદે આશરે 5 વર્ષ અગાઉ બનેલા આ કોઝવે તૂટી ગયો હતો.
આ પણ વાંચો: Rain in Dang: પૂર્વ મંજૂરી વિના જિલ્લા અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવાની તાકીદ
કોઝવે તુટતા લોકો આ રીતે જવા થયા મજબૂર - જો કે કોઈ જાનહાની થવા પામી નથી. આ તૂટેલા કોઝવેના લીધે હવે આ તમામ લોકોને વાયા સીમલિયા થઈને ઉપરોક્ત ગામોમાં જવા મજબૂર થવું પડશે. જે 8 કિમી જેટલું લાંબુ અંતર કાપીને જે તે ગામ પહોંચી શકાય છે.