પંચમહાલ જિલ્લા સહિત ગુજરાતભરમાં હાલ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગરમીની પારો 40 ડિગ્રીનો આંક વટાવી રહ્યો છે. ત્યારે ભારતની 52 શક્તિપીઠ પૈકી એક ગણાતાં યાત્રાધામ પાવાગઢમાં યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ગરમીના પ્રકોપના કારણે વેકેશન હોવા છતાં યાત્રાળુઓ અને સહેલાણીઓની સંખ્યા ઘટી રહી છે. જેના કારણે દુકાનદારોને અને ડ્રાઇવરોને આર્થિક નુકસાન થઇ રહ્યું છે.
સામાન્ય રીતે યાત્રાધામ પાવાગઢ ખાતે વેકેશનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ગરમીના કારણે આ સંખ્યામાં સંદરતર ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેથી ભક્તોની ભીડથી ભરેલું રહેતું મહાકાળી મંદિર સુમસામ જોવા મળી રહ્યું છે.