ETV Bharat / state

પંચમહાલમાં ડોકટરની માનવતા મહેકી, જરૂરિયાત મંદોને આપી રાશન કીટો

કોરોનાના કારણે બહરા ગામ જઈ મજૂરી કરતાં મજૂરોની સ્થિતિ કફોડી બની છે. પંચમહાલમાં દામાવાવ રીંછવાણી વિસ્તારમાં ડોક્ટર ઈશ્વરભાઈ પટેલ દ્વારા 100 જેટલા જરૂરિયાતમંદ લોકોને રાશન વિતરણ કર્યુ હતું.

author img

By

Published : May 8, 2020, 8:48 PM IST

Etv bharat
panchmahal

પંચમહાલઃ સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાએ માજા મૂકી છે. ત્યારે અનેક લોકોના હાલ બેહાલ થયા છે. જેમાં ખાસ કરીને રોજ કમાઈને રોજ ખાનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ETv bharat
પંચમહાલમાં ડોકટરે જરૂરિયાત મંદોને આપી રાશન કીટો

જિલ્લાના ઘોઘંબા તાલુકાના દામાવાવ રીંછવાણી વિસ્તારના લોકો કડીયા કામ સાથે સંકળાયેલા છે અને તેઓ મજૂરી અર્થે સુરત, બરોડા તેમજ અન્ય મહાનગરોમાં જતા હોય છે અને પોતાની રોજી રોટી મેળવતા હોય છે. ત્યારે હાલ આ વિકટ પરિસ્થિતમાં આ વિસ્તારના લોકોને ભૂખ્યા ન રહેવું પડે તે માટે રીંછવાણી ખાતે ખાનગી દવાખાનું ચલાવતા ડૉ.ઈશ્વરભાઈ બારીયાએ લોકોના સ્વાસ્થ્યની કાળજીની સાથે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.

ડૉ.ઈશ્વરભાઈ છેલ્લા 5 વર્ષથી રીંછવાણી ખાતે ખાનગી દવાખાનું ચલાવી રહ્યા છે. તેઓ હાલ ચાલી રહેલા કોરોનાના સંકટ વચ્ચે સવારે 7થી 12 કલાક સુધી પોતાનું કિલનીક ચાલુ રાખી રહ્યા છે. સાથે સાથે તેમણે રીંછવાણી ગામના સેવાભાવી યુવાનો મહેન્દ્રભાઈ, મંગલભાઈ, જસુભાઈ તેમજ દીપકભાઈ અને રીંછવાણી ગામના સરપંચને સાથે રાખી રીંછવાણી ગામના જરૂરિયાત મંદ 100 જેટલા લોકોને આજે રાશન કિટનું વિતરણ કર્યું હતું.

આ ઉપરાંત કીટ વિતરણ દરમિયાન માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન કીટ આપનાર અને લેનાર તમામ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.