ETV Bharat / state

મોરવા હડફ ખાતે યોજાયેલ કોંગ્રેસ બેઠકમાં ચંદ્રિકા બારીયાએ આપ્યું ભડકાઉ ભાષણ - ચંદ્રિકા બારીયાએ આપ્યું ભડકાઉ ભાષણ

મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણી આગામી 17મી એપ્રિલે પેટાચૂંટણી યોજાવાની છે. મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મોરવા તાલુકાના ઉમરદેવી ખાતે કોંગ્રેસ દ્વારા વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠકમાં હાજર દાહોદના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બારીયાએ ભડકાઉ અને વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું.

મોરવા હડફ ખાતે યોજાયેલ કોંગ્રેસ બેઠકમાં ચંદ્રિકા બારીયાએ આપ્યું ભડકાઉ ભાષણ

author img

By

Published : Mar 22, 2021, 6:47 AM IST

Updated : Mar 22, 2021, 7:08 AM IST

  • 17 એપ્રિલ યોજાનારી મોરવા હડફ વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસની બેઠક
  • અમિત ચાવડાની હાજરીમાં ગરબાડાના ધારાસભ્યનું ભડકાઉ ભાષણ
  • અપક્ષ માંથી જીતેલા ભુપેદ્ર ખાંટના અવસાન બાદ પેટા ચૂંટણી યોજાશે

પંચમહાલ: 17 એપ્રિલના રોજ યોજાનાર મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણીને લઇને રાજકીય પક્ષોની મિટિંગોનો દોર શરૂ થયો છે. ત્યારે, મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મોરવા તાલુકાના ઉમરદેવી ખાતે કોંગ્રેસ દ્વારા વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકના જાહેર મંચ ઉપરથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં દાહોદ જિલ્લાના ગરબાડાના કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકા બારીયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના જીતેલા ઉમેદવારોના ઘર ઉપર પથ્થર મારવાની વાત કરી હતી.

આ પણ વાંચો: પંચમહાલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના કામિનીબેન સોલંકીની વરણી કરાઈ

પેટાચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષોમાં ઉમેદવારોને લઈને કવાયત

કોંગ્રેસ દ્વારા આયોજિત આ બેઠકમાં હાજર દાહોદના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બારીયાએ ભડકાઉ અને વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું. તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ટાંકી વિવાદિત નિવેદન આપ્યું હતું. ચંદ્રિકા બારીયાએ જણાવ્યું કે, ભાજપ વાળા જે જે જીત્યા છે એમના ઘરે જઈને પથ્થરમારો કરવો જોઈએ. બોગસ મતથી જીત્યા છે, મશીનથી જીત્યા છે, દારૂની પોટલીથી જીત્યા છે, 500 ગ્રામ તેલથી જીત્યા છે, જે પાંચ વર્ષ ચાલવાનુ નથી. મોરવા હડફની પેટાચૂંટણી જાહેર થયા બાદ રાજકીય પક્ષોમાં ઉમેદવારોને લઈને કવાયત તેજ બની છે. મોરવા હડફ વિધાનસભા બેઠક આદિવાસી ઉમેદવાર માટે રિઝર્વ સીટ છે. ત્યારે, કોંગ્રેસ દ્વારા પોતાના ગઢ સમાન આ વિધાનસભા બેઠક ઉપર આગામી 17 એપ્રિલના રોજ યોજાનાર પેટા ચૂંટણીમાં ઉમેદવાર નક્કી કરવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા તેમજ અન્ય પદાધિકારીઓની હાજરીમાં ઉમેદવારોના નામોને લઈને તેમજ પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની રણનીતિ તૈયાર કરવા માટે મોરવા હડફના ઉમરદેવી ગામે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાજપે પોલીસ-પ્રશાસનનો દુરુપયોગ કર્યો: અમિત ચાવડા

મોરવા હડફના ઉમરદેવી ગામમાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટેની રણનીતિ અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચર્ચા કરી હતી. ત્યારે, બીજી તરફ ભાજપ દ્વારા ચૂંટણીમાં પોલીસ અને પ્રશાસનનો દૂર ઉપયોગ કરી ચૂંટણી જીતતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરીને જે નાણાં ભેગા કરવામાં આવ્યા છે તેનો જ ઉપયોગ આ ચૂંટણીઓમાં કરવામાં આવે છે. ભાજપ દ્વારા પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરી દારૂની રેલમછેલમ ચૂંટણીઓમાં કરવામાં આવે છે. આગામી
પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે પણ ઉપસ્થિત કોંગી પદાધિકારીઓએ ઉપસ્થિત કાર્યકરો-મતદારોને અપીલ કરી હતી.

આ પણ વાંચો: ડાંગ જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે દાવેદારી ફોર્મ ભરાયા

ભુપેન્દ્ર ખાંટનું અવસાન થતા 17મી એપ્રિલે ચૂંટણી યોજાશે

ઉલ્લેખનીય છે કે, પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પર 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભુપેન્દ્ર ખાંટ અપક્ષ ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ, ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ખોટું હોવા અંગેનો મામલો સામે આવ્યો હતો અને તેઓને ધારાસભ્ય પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આથી, હાઇકોર્ટમાં ભુપેન્દ્ર ખાંટ દ્વારા અપીલ કરવામાં આવી હતી. બીમારીને લઈને ભુપેન્દ્ર ખાંટનું અવસાન થયું હતું. તેમના અવસાન બાદ ખાલી પડેલ વિધાનસભાની આ બેઠક પર આગામી 17મી એપ્રિલે પેટાચૂંટણી યોજાવાની છે.

Last Updated : Mar 22, 2021, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.