- કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ગોધરાની મુલાકાત લીધી
- કોરોના વૉર્ડ તેમજ નર્સિંગ કોલેજ ખાતે કોવિડ કેર સેન્ટરની લીધી મુલાકાત
- ડૉક્ટરો અને કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા
પંચમહાલ: જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આજે બુધવારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ મુલાકાત લીધી હતી. શહેરમાં વધતા જતા કોરના સંક્રમણને લઈને આજે બુધવારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ગોધરા ખાતે આવેલી જિલ્લાના સિવિલ હોસ્પિટલમાં ચાલતા કોરોના વૉર્ડ તેમજ નર્સિંગ કોલેજ ખાતે કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. જેમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ તેમજ ડૉક્ટરો અને કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ધારપુર કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી
અર્જુન મોઢવાડિયાનું નિવેદન
કોવિડ કેર સેન્ટરની મુલાકાત બાદ કોંગ્રેસ નેતાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લો પછાત જિલ્લો છે. જેમાં બીજી લહેર માટે રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતાં. ગોધરા ખાતે ઓક્સિજન બેડ, બાય પેપ અને વેન્ટિલેટર મશીનની સંખ્યા ખુબ જ ઓછી છે. તે વધારવાની માગ કરી છે. સાથે સાથે પછાત જિલ્લામાં જે પ્રમાણે સંક્રમણ છે, તેની સામે હેલ્થ ઇન્ફ્રાસ્ટક્ચર ખૂબ જ નબળું હોવાનું જણાવ્યું હતું. ટેસ્ટિંગ માટેની કીટ પણ ન હોવાથી ટેસ્ટિંગ પણ ઓછું થઈ રહ્યું છે તે વધારવાની પણ માંગણી કરી છે.
આ પણ વાંચો : વલસાડ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડની આરોગ્ય પ્રધાને મુલાકાત લીધી
2009થી બંધ સીટી સ્કેન મશીનને ચાલુ કરવા માટે સરકારને વિનંતી કરી
ગોધરા સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીનની 2009થી બંધ છે. જે સુવિધા સત્વરે ચાલુ કરવા માટે સરકારને વિનંતી કરી હતી. સાથે જ સરકાર બીજી વેવની તૈયારીમાં નિષ્ફળ ગયું હોવાનું જણાવ્યું હતું. આ મુલાકાતમાં પંચમહાલ કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટ્ટી, માજી ધારાસભ્ય રાજેન્દ્ર પરમાર, પ્રદેશ મંત્રી રફીક તીજોરીવાલા, શહેર પ્રમુખ સિદ્દીક ડેની, યુવા પ્રમુખ મીકી જોસેફ, મહામંત્રી ઉમેશ શાહ, સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટના સન્ની શાહ તેમજ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.