- પંચમહાલ જિલ્લાના મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
- કોંગ્રેસે જાહેર કર્યો ઉમેદવાર
- અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે આ સીટ
પંચમહાલઃ જિલ્લાની મોરવાહડફની બેઠક પર યોજાનારી પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોરવા હડફના સુરેશ કટારાના નામ પર મત્તુ માર્યું છે. પંચમહાલ જિલ્લાની મોરવા હડફ બેઠક અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે.
આ પણ વાંચોઃ પંચમહાલ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભાજપના કામિનીબેન સોલંકીની વરણી કરાઈ
છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ પક્ષના સક્રિય સભ્ય
43 વર્ષીય સુરેશ કટારાએ હાયર સેકન્ડરી સુધીનો અભ્યાસ કરેલો છે. તેમણે સાગવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે 10 વર્ષ કામ કર્યું છે. તેમની પત્ની પણ તાલુકા પંચાયતની બેઠક પરથી ચૂંટાઈ આવેલા અને હાલ જિલ્લા પંચાયતના સભ્ય છે. તેમના પિતા 03 ટર્મ માટે તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા હતા અને એક ટર્મ માટે તાલુકાની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા હતા. આમ તેમના મતવિસ્તારમા તેમની સારી એવી પકડ છે.
વર્તમાનમાં વિધાનસભાની 182 બેઠકોમાંથી 111 બેઠકો ભાજપ પાસે
વર્તમાનમાં વિધાનસભાની 182 બેઠકોમાંથી 111 બેઠકો ભાજપ પાસે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસે 99 બેઠક હતી. પક્ષ પલટો અને પેટાચૂંટણીઓમાં વિજયથી ભાજપને 12 સીટનો ફાયદો થયો છે.
આ પણ વાંચોઃ પાણીની સમસ્યાથી પ્રભાવીત મોરવાહડફ તાલુકાના વિવિધ ગામોની કોંગ્રેસ અગ્રણીઓએ કરી મૂલાકાત