ગોધરા શહેરના વિવિધ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા સીટી બસની સેવા શરૂ કરાઈ છે. વાલીઓની રજૂઆતને પગલે નગરપાલિકા દ્વારા બાળકોની સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
તાજેતરમાં અમદાવાદમાં ચાલુ સ્કૂલવાનમાંથી બાળકો પડી જવાની ગંભીર ઘટના સામે આવી હતી, બાદમાં પોલીસ વિભાગ અને આર.ટી.ઓ વિભાગ હરકતમાં આવ્યા હતા. તેમજ ચેકીંગ અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી હતી.ઉપરાંત વાહનો ડિટેઈન કરી ચાલકોને સબક શીખવવામાં આવ્યો હતો. ત્યારે વધુ એક નિર્ણય ગોધરાના સ્થાનિક તંત્ર દ્વારા લેવાયો છે. જેમાં વિવિધ વિસ્તારોમાં અવર-જવર કરતા નાગરિકો બાદ હવે તંત્રની સીટી બસો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે કાર્યરત કરાઈ છે.
રીક્ષા અને અન્ય સ્કૂલવાહનોના ભાડા મોંઘા થયાં છે ત્યારે પાલિકા દ્વારા બાળક દીઠ 250 રૂપિયાની માસિક ફીન ક્કી કરી વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ પહોંચાડાવા અને શાળાથી ઘરે પહોંચાવાની જવાબદારી ઉઠાવી છે. પાલિકાના આ નિર્ણયને તમામ ગોધરાવાસીઓએ વધાવી લીધો છે.