સમગ્ર દેશ સહિત રાજયભરમાં આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગોધરા શહેરમાં પણ આ ઠેર-ઠેર 73માં આઝાદી પર્વ હર્ષ ઉલ્લાસ સાથ ઉજવણી કરાઈ હતી. ઉજવણીના ભાગરૂપે ગોધરા શહેરમાં પણ મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીમાં હાજરોની સંખ્યામાં મુસ્લિમ યુવાનો અને બાળકો જોડાયા હતા.
હાથમાં લહેરાતા તિરંગા અને દેશ ભક્તિના નાદ સાથે તિરંગા રેલીનો પોલન બજાર કેસરી ચોકથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્ટેશન રોડ, ગીદવાણીરોડ, બસ સ્ટેન્ડ, વિશ્વકર્મા ચોક, પટેલવાડી સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા ફરી હતી.શહેરના પોલન બજાર કેસરી ચોક ખાતે આવેલ ફારૂકભાઈ કેસરી છેલ્લા 14 વર્ષથી વર્ષના 365 દિવસ દરરોજ રાષ્ટ્ર ધ્વજ ફરકાવે છે. લઘુમતી વિસ્તારમાં આવેલ પોલન બજાર વિસ્તારમાં પુરા સમ્માન સાથે ધ્વજ વંદન કરે છે, આમ એક મુસ્લિમ નાગરિક અનોખો દેશભાવ ધરાવે છે.