25મી ડિસેમ્બરનો દિવસ સમગ્ર દુનિયામાં નાતાલ તરીકે ઉજવાય છે. પંચમહાલ જિલ્લા વડા મથક ગોધરા શહેર ખાતે પણ પ્રભુ ઈસુના જન્મ દિવસ એવા નાતાલ પર્વની ભારે ધામધૂમ અને હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી.
નાતાલ પર્વને લઇને ગોધરા શહેરમાં આવેલા ચર્ચોને રોશનીથી સજાવામાં આવ્યા હતા. સવારથી જ ખિસ્ત્રી સમાજના લોકો નવા કપડાં પહેરીને ગોધરા શહેરની મધ્યમાં આવેલા મેથોડિસ્ટ ચર્ચ ખાતે ઉમટી પડ્યા હતા. નાતાલ પર્વની મેરી ક્રિસમસ કહીને એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી અને ચર્ચમાં પ્રાર્થના પ્રવચન કર્યા હતા.